पुं.
[ સં. ]
ભારતીય સંસ્કૃતિના વિશ્વમાન્યા આદર્શો ઉપર જાતિઘડતર માટે પ્રચાર કરતી એ નામની એક સંસ્થા. માનવમાત્રની સેવાના ઉદ્દેશથી સંઘબદ્ધ થયેલા સર્વત્યાગી સંન્યાસી અને સેવાધારી કર્મયોગીઓનો આ ધર્મસંઘ છે વિશ્વબંધુત્વની ભાવના ભાવની હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરી, મહાજાગૃતિ, મહામિલન, મહામુક્તિ અને મહાસમન્વયના પંથે ભારતને દોરવાની પ્રેરણાથી યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજે સને ૧૯૧૬માં આ ભારત સેવાશ્રમ સંઘની સ્થાપના કરી છે. આ આશ્રમ તરફથી ભારતના વિભિન્ન પ્રાંતોમાં મળીને ૨,૦૦૦ જેટલી શાખાઓ ચાલે છે અને પરદેશમાં પણ મલાયા, સિંગાપુર બ્રહ્મદેશ, પૂર્વ આફ્રિક, દક્ષિણ અમેરિક વગેરે જગ્યાએ પ્રચાર કરી ઘણી શાખા ખોલી છે. સંઘ તરફથી ઉદાર ભાવે પ્રચાર કરવા નીચે મુજબનાં કાર્ય કરવામાં આવે છે: (૧) સંન્યાસીઓમાં સંગઠન કરી ધર્મપ્રચાર અને સેવાના કામમાં રોકવા. (૨) તીર્થસ્થળોએ પ્રવર્તેલો અધર્મ દૂર કરવા તીર્થસંસ્કારકેંદ્રો. (૩) હિંદુ સમાજમાં પુન: સંસ્કારની ચેતના જગાડવા ધાર્મિક પ્રચાર. (૪) પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર. (૫) બાળક અને યુવાનોમાં નૈતિક, ધાર્મિક અને ચારિત્રિક સંસ્કાર આપવા પ્રાથમિક શાળા અને વિદ્યાર્થીભવનો તેમ જ બ્રહ્મચર્યાશ્રમો. (૬) સમાજસંગઠન અને સ્વરક્ષણ માટે મિલન મંદિરો તથા રક્ષકદળોની સ્થાપના. (૭) જાતિ, ધર્મ અને રંગનો ભેદ રાખ્યા વિના રેલ, દુકાળ ધરતીકંપ, રોગચાળા કે કુંભમેળા જેવા પ્રસંગોએ માનવમાત્રની સેવા માટે સેવાકેંદ્રો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.