1 |
|
पुं. |
અનુકંપા; દયા.
|
2 |
|
पुं. |
( જૈન ) અનુભાગ; કર્મનો રસ.
|
3 |
|
पुं. |
અભિનય; ચાળા; ચેષ્ટા; નખરાં; મચકો.
રૂઢિપ્રયોગ
ભાવ બતાવવો = નાચવામાં અને ગાવામાં ઇશારા કરવા.
|
4 |
|
पुं. |
અવસ્થા; સ્થિતિ; હાલત; ચાલુ સ્થિતિ.
|
5 |
|
पुं. |
અસ્તિત્વ; હયાતી; સત્તા; ભવન; હોવાપણું.
|
6 |
|
पुं. |
અંશ; ભાગ.
|
7 |
|
पुं. |
આગ્રહ.
|
8 |
|
पुं. |
( પિંગળ ) આઠની સંજ્ઞા.
|
9 |
|
पुं. |
આત્મા.
|
10 |
|
पुं. |
( જૈન ) આત્માના પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થા.
|
11 |
|
पुं. |
આબરૂ; માન; પ્રતિષ્ઠા; આદર; ઇજ્જત; ઐશ્વર્ય.
રૂઢિપ્રયોગ
ભાવ વધવો = (૧) આબરૂમાં વધારો થવો; ઘણે ઠેકાણેથી માનપાન મળવું. (૨) કીમત વધવી; મોંઘું થવું.
|
12 |
|
पुं. |
આશય; ઇચ્છા; ઉદ્દેશ; ઇરાદો; મતલબ; ધારણા; અર્થ.
રૂઢિપ્રયોગ
ભાવ થવો = (૧) ઇચ્છા થવી; કોઇ પણ વસ્તુને માટે તીવ્ર ઇચ્છા થવી. (૨) લાગણી થવી; હેત આવવું.
|
13 |
|
पुं. |
( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ.
|
14 |
|
पुं. |
એ નામે એક રોગ. તે મુખ્યત્વે ઘેટાં અને બકરામાં થાય છે. તેથી તેઓ ઘાસ ચરી ચરીને મરી જાય છે.
|
15 |
|
पुं. |
કાર્ય; કૃત્ય; ક્રિયા.
|
16 |
|
पुं. |
કીમત; દર; મૂલ; મૂલ્ય; લાગત; નિરખ.
રૂઢિપ્રયોગ
૧. ભાવ આવવો-ઊપજવો = (૧) કીમત ઊપજવી; મોંઘું થવું; સારી કીમત મળવી. (૨) હેત આવવું; સ્નેહ ઊપજવો.
૨. ભાવ ઊછળવા = ભાવ વધી કે ચડી જવા.
૩. ભાવ ઊતરવો-ઘટવો = કીમત ઓછી થવી.
૪. ભાવ કરવો-કરાવવો = (૧) કીમત નક્કી કરવી; દર ઠરાવવો. (૨) વધારે કીમત માગવી. (૩) વેશ ભજવવો; ડોળ દેખાડવો. (૪) હેત બતાવવું.
૫. ભાવ ખાવો = (૧) નફો ખાઇને વેચવું. (૨) મન હોવા છતાં પણ જાણીજોઇને આગ્રહ કરાવવો; આજીજી કરાવવી; માન લેવું; મોંઘું થવું; કામ આવડતું હોય છતાં કરવાની ના પાડવી; માન માગવું; ખુશામદ માગવી.
૬. ભાવ ચડવો = ભાવમાં કે કીમતમાં વધારો થવો.
૭. ભાવ પડવો = (૧) ભાવ આકારવો; કીમત નક્કી થવી. (૨) ભાવ નીચો જવો.
૮. ભાવ પડાવવો = (૧) કીમત કે ભાવ નક્કી કરાવવો. (૨) બરોબર કીમત લેવી; ભાવ ખાવો.
૯. ભાવ પુછાવો = (૧) કીમત પુછાવી. (૨) માગણી થવી.
૧૦. ભાવ લેવો = (૧) કીમત પૂછવી. (૨) કીમત લેવી. (૩) મન કે ઇચ્છા જાણવાને યત્ન કરવો; મન પારખવું.
૧૧. ભાવમાં ચીરી નાખવું = ખૂબ કીમત લેવી.
૧૨. ભાવમાં સાટું, કાંઈ તોલમાં સાટું ? = મોંઘું વેચવું એ પાપ નથી, પરંતુ ખોટું જોખવું એ પાપ છે.
|
17 |
|
पुं. |
ક્રિયાનો સિદ્ધ થાય એવો અર્થ; ક્રિયાના ફળનો ભાવ.
|
18 |
|
पुं. |
ગુણ.
|
19 |
|
पुं. |
ગૌરવાન્વિત પુરુષ; પૂજ્ય માણસ.
|
20 |
|
पुं. |
ગ્રહોનું શુભાશુભ ફળ.
|
21 |
|
पुं. |
( જૈન ) ચાર માંહેનો એક નિક્ષેપ; વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે. જેમકે, રાજકરતા પુરુષને રાજા કહેવો.
|
22 |
|
पुं. |
( જૈન ) ચિત્તવિકાર; માનસવિકૃતિ.
|
23 |
|
पुं. |
છૂપો ભેદ; મર્મ.
|
24 |
|
पुं. |
જનાવર.
|
25 |
|
पुं. |
જન્મ; ઉત્પત્તિ.
|
26 |
|
पुं. |
( જ્યોતિષ ) જન્મ સમયનું નક્ષત્ર.
|
27 |
|
पुं. |
જંતુ.
|
28 |
|
पुं. |
જીવની દશા; અવસ્થા.
|
29 |
|
पुं. |
જ્ઞાન.
|
30 |
|
पुं. |
ઢંગ; રીત.
|
31 |
|
पुं. |
દરકાર; કાળજી.
રૂઢિપ્રયોગ
ભાવ પૂછવો = (૧) ગણતરીમાં લેવું; દરકાર કરવી; લેખવવું; પત કરવી. (૨) જરૂર બતાવવી. (૩) દર વિષે પૂછપરછ કરવી.
|
32 |
|
पुं. |
( વ્યાકરણ ) ધાતુના મૂળમાં રહેલો સાદો અર્થ; ક્રિયારૂપ ધાતુનો અર્થ.
|
33 |
|
पुं. |
ધ્વનિનો એક પ્રકાર.
|
34 |
|
पुं. |
નાટકના સૂત્રધારને કરવામાં આવતું સંબોધન; આર્ય ! પૂજ્ય !
|
35 |
|
पुं. |
પદાર્થ; વસ્તુ.
|
36 |
|
पुं. |
( જૈન ) પદાર્થના જ્ઞાન માટેના નવ માંહેનો એ નામનો એક અનુયોગ. નવ અનુયોગ; સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ એ અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે.
|
37 |
|
पुं. |
( જૈન ) પાત્ર.
ઉપયોગ
જીવનભર પરમાત્માની પૂજા કરી, ભક્તિ કરી, સામાયિક કરી, વ્રતપચ્ચકખાણ કર્યા, જપ તપ કર્યા, બધું કર્યું, પરંતુ તેના તત્ત્વને ન ઓળખ્યા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ક્રિયા કરવામાં ન આવે, તો ગમે તેટલી ક્રિયા કરો પણ જે લાભ મળવો જોઇએ તે કદી ન મળે. જ્યાંસુધી દેશ, કાળ, ભાવ અર્થાત્ સ્થાન, સમય અને પાત્રનો વિચાર નહિ કરાય અને એવા વિદ્વાન ધર્મના પ્રચાર માટે, આત્માના કલ્યાણ માટે આપણા સમાજમાં પેદા નહિ કરાય, ત્યાંસુધી આપણું કલ્યાણ થવાનું નથી. આપણા સમાજ તથા ધર્મની ઉન્નતિ કદી નહિ થાય. – વિદ્યાવિજયજી
|
38 |
|
पुं. |
( જૈન ) પારમાર્થિક પદાર્થ; વિવક્ષિત ક્રિયાનો અનુભવ કરનારી વસ્તુ.
|
39 |
|
पुं. |
પીડ.
|
40 |
|
पुं. |
પ્રકાર.
|
41 |
|
पुं. |
પ્રભવથી આઠમો સંવત્સર.
|
42 |
|
पुं. |
( કચ્છી ) પ્રસાદી.
|
43 |
|
पुं. |
પ્રાણી.
|
44 |
|
पुं. |
પ્રેમ; ગમો; પ્રીતિ; રાગ; વહાલ; સ્નેહ; હેત; ભાવ બે પ્રકારના છે: સ્થાયી ભાવ અને વ્યભિચારી ભાવ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, અંતકાળે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરતો કરતો શરીરને છોડે છે, તે પદાર્થ વડે સદાકાળ તેનું મન ભાવનાયુક્ત થયેલું હોવાથી તે તે પદાર્થને પામે છે.
ઉપયોગ
દેખીને દહીં દૂધ સાથ અજીઠું સૌ સાથ આરોગતા, બ્રહ્મા ઈશ્વરી ભાવમાં અચરજે શંકા અને લાવતા; વસ્તો ને શિશુઓ સઉ હરી ગયા શ્રીકૃષ્ણના સંગથી, એ શ્રીકૃષ્ણ રમેશ મુજ હૃદયે નિત્યે રમે રગથી. – કૃષ્ણચરિત્રમાળા
|
45 |
|
पुं. |
બુદ્ધ.
|
46 |
|
पुं. |
ભરોસો; વિશ્વાસ; શ્રદ્ધા; આસ્થા.
|
47 |
|
पुं. |
ભાવના; લાગણી.
રૂઢિપ્રયોગ
ભાવનું ભૂખ્યું = ભાવનાનું ભૂખ્યું.
|
48 |
|
पुं. |
( જૈન ) મનના પ્રણામ.
|
49 |
|
पुं. |
મનમાં ઊપજતી વૃત્તિ; મનનો વિકાર; મનોભાવ. જુસ્સો કે ઇચ્છાની લાગણી; ચિત્તવૃત્તિ.
રૂઢિપ્રયોગ
ભાવ તેવી ભક્તિ = ગણે તો દેવ, નહિ તો પથ્થર; ભાવના તેવી સિદ્ધિ.
|
50 |
|
पुं. |
માયા.
|
51 |
|
पुं. |
મૂળ કીમત.
|
52 |
|
पुं. |
મોહ.
|
53 |
|
पुं. |
( જૈન ) મોહનીય કર્મની પ્રકૃતિને દબાવવા વગેરેથી થતાં જુદાં જુદાં પરિણામ. તે છ છે: ઉદય, ઉપશમ, ક્ષયોપમ, ક્ષાયક, પારિણામિક અને સંનિપાતિક.
|
54 |
|
पुं. |
( જૈન ) યોગનું પરિણામ.
|
55 |
|
पुं. |
યોનિ.
|
56 |
|
पुं. |
રસ ઉત્પન્ન કરવાની વૃત્તિ. તે વિભાવ, અનુભાવ, સાત્ત્વિક ભાવ, વ્યભિચારી ભાવ ને સ્થાયી ભાવ એમ પાંચ છે.
|
57 |
|
पुं. |
( જૈન ) રૂપ, રસ, ગંધ. સ્પર્શ આદિ ગુણ.
|
58 |
|
पुं. |
( જ્યોતિષ ) લગ્નાદિથી તનુ વગેરે જન્મકુંડલીમાનાં બાર ભાવ.
|
59 |
|
पुं. |
વખાણ.
રૂઢિપ્રયોગ
|
60 |
|
पुं. |
વખાણરૂપી કવિતા; સ્તુતિકાવ્ય.
|
61 |
|
पुं. |
વજન.
|
62 |
|
पुं. |
વસ્તુધર્મ; વસ્તુનો ગુણ; પર્યાય.
|
63 |
|
पुं. |
વિચાર; અભિપ્રાય.
ઉપયોગ
ઊંચ નીચ કોઈ છે, ક્ષેત્રક્ષેત્રજ્ઞ ભાવથી, આત્મજ્ઞાનનીતિથી યે એક્તા દીસતી બધે. – ગાંધીગીતા
|
64 |
|
पुं. |
વિદ્વાન.
|
65 |
|
पुं. |
વિધિ; કર્તવ્યોપદેશ.
|
66 |
|
पुं. |
વિભૂતિ.
|
67 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ.
|
68 |
|
पुं. |
વેરો.
|
69 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
70 |
|
पुं. |
શુભાશુભ ફળ.
|
71 |
|
पुं. |
( સંગીત ) સંગીતનું પાંચમું અંગ. તેમાં પ્રેમી કે પ્રેમિકાના સંયોગ કે વિયોગથી થનારા સુખદુ:ખના કોઇ અનુભવ શારીરિક ચેષ્ટા વડે પ્રયત્ન કરીને દેખાડવામાં આવે છે.
|
72 |
|
पुं. |
સંસાર; જગત; દુનિયા.
રૂઢિપ્રયોગ
ભાવ છોડવો = દેહત્યાગ કરવો; મરણ પામવું.
|
73 |
|
पुं. |
સંસ્કાર.
|
74 |
|
पुं. |
( વ્યાકરણ ) સામાન્ય નામ ઉપરથી ભાવવાચક નામ બનાવનાર એક પ્રત્યય જેમકે, શિષ્યભાવ, પુત્રભાવ.
|
75 |
|
पुं. |
સારાંશ; તાત્પર્ય; ભૂતાર્થ. તેનાં ચાર પ્રકાર છે; પ્રાગ્ભાવ, પ્રધ્વંસભાવ, અત્યંતભાવ અને અન્યોન્યભાવ.
|
76 |
|
पुं. |
સૂર્યનું એક નામ.
|
77 |
|
पुं. |
સ્ત્રીઓના યૌવનકાળમાં સત્ત્વથી થનારા અઠ્ઠાવીશ માંહેનો પહેલો અલંકાર.
|
78 |
|
पुं. |
સ્વભાવ; સ્વરૂપ; પ્રકૃતિ.
રૂઢિપ્રયોગ
ભાવ ભજવવો = જાતિસ્વભાવ ઉપર જવું; હોઇએ એવા થઈ ઊભવું; પોતાપણું દેખાડવું; પોત પ્રકાશવું; સ્વભાવ પ્રમાણે વર્તવું.
|
79 |
|
पुं. |
સ્વરૂપ; સ્થિતિ.
|
80 |
|
पुं. |
હયાતી; અસ્તિત્વ; હોવું તે.
|
81 |
|
वि. |
શિવનું.
|
82 |
|
वि. |
પ્રપંચરૂપે ઉત્પન્ન થનાર.
|
83 |
|
वि. |
સંસારનું; સંસાર સંબંધી.
|
84 |
|
वि. |
સૂક્ષ્મ જેમકે, ભાવાર્થ.
|