पुं.
જે ઉપરથી વસ્તુઓના ભાવમાં બજારમાં થયેલી વધઘટ દર્શાવવામાં આવે છે તે આંકડો. આ આંક કોઇ સામાન્ય વર્ષને ભાવના પાયા તરીકે લઇને, તે વખતના ભાવમાં પછીથી કેટલી વધઘટ થઇ તે ટકામાં દર્શાવવામાં આવે છે. જેમકે, ૧૯૩૯માં વસ્તુઓના ભાવ ૧૦૦ બરાબર ગણીએ તો તે વખતના ભાવોને હિસાબે ૧૯૪૭ના નવેમ્બરમાં અમદાવાદમાં ચીજોનો ભાવ ૩૧૬ થયા હતા. જુદી જુદી દરેક ચીજના ભાવની વધઘટ આ રીતે દર્શાવી શકાય. જુદી જુદી વપરાશની વસ્તુઓના જુદા જુદા સમયના ભાવ સરખાવીને જીવનખર્ચનો આંક કાઢવામાં આવે છે. બધી વસ્તુઓનો વપરાશ એકસરખો હોતો નથી, એટલે વસ્તુઓની વપરાશના પ્રમાણમાં ગણતરીના કોઠામાં તેમને ઓછુંવત્તું મહત્ત્વ આપીને ભાવનો આંક કાઢવામાં આવે તેને વજનવાળો આંક અને બધી ચીજોના વપરાશનું સરખું જ પ્રમાણ ગણીને આંક કાઢવામાં આવે તેને બિનવજનવાળો આંક કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.