पुं.
( પુરાણ ) માતરિશ્વાથી સુકન્યાને પેટે જન્મેલ એ નામનો એક ઋષિ; કશ્યપનો એક માનસપુત્ર. નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલા સારસ્વત તીર્થમાં તે તપ કરતો હતો. ત્યાં એક દિવસ તેના હાથમાં દર્ભ વાગવાથી લોહી નીકળ્યું અને શેરડીના રસની પેઠે વહેવા લાગ્યું. આ ઉપરથી પોતાના તપની સિદ્ધિ થઈ સમજી તેણે નાચવા માંડ્યું. તેના તેજ વડે આખું જગત નાચવા માંડ્યું ને બધાં દુખી થયાં. તે ઉપરથી ઋષિઓએ શિવની પ્રાર્થના કરી. શિવે તેની પાસે જઈ પોતાના અંગૂઠા ઉપર ઘા કર્યો એટલે તેમાંથી શુદ્ધ ધોળી ખાંડ નીકળવા લાગી જેથી એ નિરહંકારી થઈને મહાદેવની પ્રાર્થના કરવા લાગ્યો. શિવ તેને વરદાન આપી સ્વસ્થાને પધાર્યા.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.