મંગલપુર

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

સૌરાષ્ટ્રમાં આવેલ માંગરોળ નામનું ગામ. આ સ્થાન ઘણું પ્રાચીન છે. પૂર્વકાળમાં અહીં વ્યાપાર કરવા માટે મોટું બંદર હતું.અહીંના પ્રાચીન અવશેષો તો અત્યારે છિન્નભિન્ન થઈ ગયા છે. અગાઉ અહીં જેઠવા અને ચૂડસામા રાજાઓના વર્ચસ્વ હતાં ત્યારે આ નગરની શોભા કોઈ ઓર જ હશે જો કે ઘણો પ્રાચીન શિલાલેખ મળતો નથી; તોપણ મંગળાદ માતા અને માત્રી માતાના ભોંયરાનું સ્થાપત્ય જોતાં તેમ જ સમુદ્રતટનાં રેખાંકન જોતાં માંગરોળ દ્વિતીય પ્રસ્તર યુગનું હોઈ શકે. નગરની પૂર્વમાં એક પ્રાચીન તળાવનાં અવશેષ મળે છે. તેમાં હિંદુ સ્થાપત્યના અલ્પાંશો નજરે પડે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects