पुं.
[ સં. ]
માહિષ્મતી નગરીમાં રહેતો એ નામનો એક પંડિત. કુમારિલ ભટ્ટાચાર્ય પાસેથી શિક્ષણ લઈ તે સર્વ શાસ્ત્રમાં નિપુણ થયો હતો. તે યજ્ઞયાગ કરતો, વેદધર્મ પ્રમાણે અનુસરતો પણ ઈશ્વરને માનતો નહિ. તેની સ્ત્રી ભારતી અથવા સરસ્વતી એ સાક્ષાત્ સરસ્વતીનો અવતાર મનાતી ને મંડનમિશ્ર બ્રહ્મનો અંશ મનાતો. તે અદ્વૈત મતનો વિરોધી હતો. વાણીની કુશળતામાં તે એવો તો ઉત્તમ હતો કે તેની સાથે વાદ કરવાની કોઈની હિંમત ચાલતી નહિ. એક વખત શંકરાચાર્ય તેની નગરીમાં આવી પહોંચ્યા. તે દિવસે મંડનમિશ્રને ત્યાં શ્રાદ્ધ હોવાથી કોઈ ભિક્ષુક ઘરમાં ન આવે તેથી દ્વાર બંધ કર્યાં હતાં. શંકરાચાર્યે પોતાની યોગશક્તિથી અંદર પ્રવેશ કર્યો. મંડનમિશ્રે નોતરેલા વ્યાસ અને જૈમિની સમક્ષ તેણે શંકરાચાર્ય ઉપર ક્રોધ કર્યો. આખરે મંડનમિશ્રની સ્ત્રી સરસ્વતીને મધ્યસ્થ રાખી વિવાદ શરૂ કર્યો. શંકરાચાર્યે બ્રહ્મ સત્ય છે એ સિદ્ધ કરી આપવાની અને મંડનમિશ્રે કર્મકાંડને સિદ્ધ કરી આપવાની પ્રતિજ્ઞા લીધી. હારે તેણે શિષ્ય થવું એ પણ એકબીજાએ કબૂલ્યું. સરસ્વતીએ બંનેના ગળામાં ફૂલની માળા પહેરાવીને કહ્યું કે જેની માળા કરમાશે તેને હું હાર્યો સમજીશ. એક બીજા ખંડનમંડન કરવા લાગ્યા. તેમાં શંકરાચાર્યે જીવ અને ઈશ્વરની એકતા હોવાનું સિદ્ધ કરી મંડનમિશ્રના પક્ષનું ખંડન કર્યું. તેના ગળાની માળા કરમાઈ ગઈ. સરસ્વતીએ પણ શંકરાચાર્યના મતને મળતો મત આપ્યો જેથી મંડનમિશ્ર તેના ચરણમાં પડ્યો. મંડનમિશ્ર હાર્યો પણ તેની સ્ત્રી સરસ્વતીને આચાર્ય જીતે ત્યારે તે પૂર્ણ હાર્યો ગણાય, કારણ કે સ્ત્રી એ પુરુષનું અર્ધું અંગ છે. એવા શાસ્ત્ર નિયમથી સરસ્વતીએ પણ આઠ દિવસ સુધી શંકરાચાર્ય સાથે વાદવિવાદ ચલાવ્યો. તેમાં આચાર્યને જીતી શકાય તેમ ન હોવાથી સરસ્વતીએ કામકળાના કેટલાક પ્રશ્ર કર્યા. આચાર્યે એક માસની મુદ્દત માગી. તે દરમ્યાન તે પરકાયા પ્રવેશ કરી અનુભવ લઈને આવ્યા. સરસ્વતીને જે શાપ આ વિવાદમાં સાક્ષી પૂરવા સુધીનો હતો તે પૂર્ણ થવાથી અંતર્ધાન થઈ તે બ્રહ્મલોકમાં ગયાં. મંડનમિશ્રે ખુશીથી આચાર્ય પાસે સંન્યસ્ત લઈ દીક્ષા લીધી ને સુરેશ્વર નામથી આચાર્યને મુખ્ય શિષ્ય થઈને રહ્યો. તેમણે નૈષ્કર્મ્યસિદ્ધિ નામે ઉપનિષદના ભાષ્ય ઉપર વાર્તિક વગેરે ગ્રંથો કર્યા છે. ઉત્તમ ગુણોથી એ આચાર્યની પદવી પામીને અદ્વૈતનો ઉપદેશ કરવા ઘણાં વર્ષો મગધ દેશમાં તે રહ્યો હતો અને તે જ દેશમાં તે વધુ પ્રસિદ્ધ થયેલ છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.