મમલેશ્વર

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

ઓંકારપુરીમાં આવેલ બાર માંહેનું એ નામનું એક જ્યોતિર્લિંગ. તેનું શુદ્ધ નામ અમલેશ્વર છે. તે નર્મદા તીરે આવેલ છે. તેને ૐકારેશ્વર પણ કહે છે, કેમકે, ૐકારક્ષેત્રે અમલેશ્વર જ્યોતિર્લિંગ ગણાય છે. વળી એમ પણ માન્યતા છે કે, ૐકાર મંત્રથી જે લિંગ થયું, તે ૐકારેશ્વર અને પાર્થિવથી જે લિંગ થયું તે અમલેશ્વર નામથી ઓળખાય છે. શિવપુરાણમાં કથા છે કેઃ એક વખત નારદજી ગોકર્ણેશ્વરનાં દર્શન કરી વિંધ્યાચળ પર્વત ઉપર ગયા. વિંધ્યાચળે નારદજીનું ઘણું સન્માન કર્યું અને પ્રેમથી પૂજન કરી હાથ જોડી કહેવા લાગ્યો કે, હે સ્વામી મારામાં સંપૂર્ણ ઐશ્વર્ય ભરેલું છે. મારા જેવો પૂર્ણ સમૃદ્ધિવાળો ભાગ્યે જ કોઈ હશે આવા પ્રકારનાં અભિમાનનાં વચન સાંભળી નારદજી ઊંડો નિસાસો મૂકી ઊભા થઈ ગયા. વિંધ્યાચળે કારણ પૂછતાં નારદજી બોલ્યા કે, હે પુત્ર, ખરું જોતાં તો તું પૂરેપૂરી સમૃદ્ધિવાળો છે. પણ સુમેરુના જેવો તું નથી. તે તારાથી પણ મોટો છે અને તેના ઉપર સર્વ દેવો વાસ કરે છે, તેની સરખામણીમાં તો તું કાંઈ હિસાબમાં નથી. આ પ્રમાણે કહી નારદજી બ્રહ્મલોકમાં ગયા. નારદજીનું આવું કહેવું સાંભળી વિંધ્યાચળ ઘણો દુઃખી થયો. તે પોતાને ધિક્કારતો સુમેરુને જીતવા માટે વિશ્વેશ્વર શંકરની તપસ્યા કરવા લાગ્યો. ૐકારયંત્રમાં પાર્થિવની શિવમૂર્તિ સ્થાપન કરી કાંઈ પણ આશરા સિવાય છ મહિના સુધી શિવધ્યાનમાં મસ્ત બની આસનથી ચલાયમાન થયો નહિ. તેથી સદાશિવે તેની અચલ ભક્તિ જોઈ પોતાનું તેજોમય સ્વરૂપ વિંધ્યાચળને બતાવ્યું અને પ્રસન્ન થઈ ઇચ્છામાં આવે તે વર માગવા કહ્યું. વિંધ્યાચળે હાથ જોડી કહ્યું કે, આપ પ્રસન્ન થયા હો, તો એવું વરદાન આપો કે મારી ઇચ્છામાં આવે એટલો હું વધી શકું. સદાશિવે કહ્યું કે એ વરદાન આપવું ઠીક નથી, કારણ કે તે વરદાનથી બીજાઓને દુઃખ થશે, પણ તમને પહેલાં કહ્યું તેથી વરદાન આપું છું કે જા તેમ જ થશે. વરદાન આપતી વખત બધા દેવતા હાજર હતા. તેઓએ શંકરનો જયજયકાર કરી પૂજન સ્તુતિ કર્યાં. તે વખતે વિંધ્યાચળે પણ કહ્યું કે હે પ્રભુ, આપ સર્વ દેવતા સહિત હમેશા મને દર્શન આપવા માટે અહીં કાયમને માટે નિવાસ કરો. સદાશિવે તે વાત કબૂલ કરી. એ રીતે એક લિંગ ૐકાર મંત્રથી અને બીજું લિંગ પાર્થિવથી આમ એકમાંથી બે થયાં.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects