न.
[ સં. ]
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ વેદાસંગમસ્થિત એ નામનું એક તીર્થ. નર્મદાપંચાંગમાં લખ્યું છે કે, ત્રેતાયુગમાં સત્યસેન રાજા હતો. તેની શૃંગારવલ્લરી નામે રાણી હતી. તેનું મોઢું વાંદરા જેવું હતું. વનમાં જતાં જ તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. સર્વત્ર જોવા લાગી ત્યારે પોતાના પૂર્વજન્મના વાંદરારૂપી શરીરના માથાનું હાડકું લતાઓમાં વીંટાયેલ મળ્યું. રાણીએ તેને કાઢીને નર્મદામાં ફેંકી દીધું, તો તત્કાળ રાણીનું મોઢું ચંદ્ર સમાન કાંતિમાન થઈ ગયું. આ કથા કહીને તીર્થપ્રભાવના આનંદમાં બધાંએ મળીને શિવજીની સ્થાપના કરી. ત્યારથી આ તીર્થમાં સ્નાન કરનારને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. આ તીર્થસ્થાન તપને યોગ્ય મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ