स्त्री.
[ સં. ]
માંસપેશી ઉપર વીંટળાયેલું આછું પડ; માંસ ધારણ કરનારી કલા; ચામડીના સાત માંહેનું એક પડ. એ જવના દાણા જેવડું જાડું હોય છે. માંસધરા કલા બહિર્પ્રાવરણી વડે છવાયેલી હોઈ કોઈ વાર આંતરપ્રાવરણી અથવા ગંભીરપ્રાવરણી નામથી પણ ઓળખાય છે. તે પેશીઓને આધાર આપે છે. માંસપેશીઓની વચ્ચે ઊતરતી તેની ચાદર જેવી પહોળી અને પાતળી શાખાઓ પેસ્યંતરાલ તરીકે ઓળકાય છે. હાથ અને પગની અંદર માંસધરાકલાની આ શાખાઓ પેશીઓની આજુબાજુ વીંટળાઈને કોથળીઓ રચે છે. દરેક પગમાં જઘનોદરીય ૨, નિતંબીય ૯, ઓર્વી ૧૬, જંઘાગત ૧૨ અને પાદગત ૧૯ મળી કુલ ૫૮ માંસપેશીઓ હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.