पुं.
( પિંગળ ) એ નામનો એક છંદ. માત્રા અને અક્ષર એ બેના નિયમોથી થતી ગણના ઉપરથી જે શબ્દનો સમાસ થાય તે રચનાને કવિતા, છંદ અથવા વૃત્ત કહે છે. છંદરચના બે પ્રકારની છેઃ માત્રામેળ અને અક્ષરમેળ. માત્ર માત્રાના નિયમ ઉપરથી કવિતાની જે રચના થાય છે, તેને માત્રાવૃત્ત અથવા માત્રામેળ છંદ કહે છે, પછી અક્ષર ગમે તેટલા આવે. થોડા અથવા ઘણા અક્ષરો લાવીને કહેલી માત્રા પૂરી કરવી, પણ એ માત્રા લાવી મૂકવામાં અક્ષરોની ગોઠવણ કાનને નઠારી ન લાગવી જોઈએ તથા પાણીના રેલાની પેઠે વહેતી હોવી જોઇએ. એને સારુ કોઈ પણ તાલ ધરવો જરૂરનો છે. દોહરો, સોરઠો, હરિગીત, ચોપાઈ, સવૈયો,છપ્પો, ગીતિ વગેરે માત્રામેળ છંદો છે. આ સિવાય સંગીતનાં રાગરાગણી, ભજનકીર્તન, પદ, ગરબા ગરબી વગેરેના છંદનો લગભગ બધો ભાગ માત્રામેળ છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.