पुं.
એ નામનો સ્કોટલંડનો એક જાગીરદાર. તેનું નામ પેટ્રિક મિલર હતું. તેણે એક આગબોટ બનાવી હતી. પંખા વડે ચાલતાં બ્રિટિશ વહાણોમાં આ વહાણ પહેલું ગણાય છે. આ વહાણ પચીસ ફૂટ લાંબું અને સાત ફૂટ પહોળું હતું અને તેમાં હલેસાં મારવાને પંખા હતા. એક પંખો યંત્રની આગળ અને બીજો યંત્રની પાછળ હતો. સીસાંની ખાણમાં કામ કરનાર એક કુશળ યંત્રકાર વિલિયમ સીમિંગ્ટને આ આગબોટનું યંત્ર બનાવ્યું હતું. આ યંત્ર બનાવવાના કામમાં મિલરના બાળકોના શિક્ષક મિ. ટેલરે મદદ કરી હતી તેથી આગબોટની શરૂઆત કર્યાનું માન મિલર, સીમિગ્ટન અને ટેલર એમ ત્રણ જણ વચ્ચે વહેંચી દેવું પડે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.