10 |
|
पुं. |
વરસાદ; મેહ; મેઉલો; મેઘલો; મેઘમાળા નામના પુસ્તકમાં મેઘ બાર ગણાયેલા છે: સુબુદ્ધિ, નંદશાલિ, કન્યદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, વિકર્તન, સર્વદ, હેમશાલી, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર અને વિષપ્રદ. શ્રાવણી કર્મમાં તેમનાં નામ કણદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર, કેબલ, સુતરામ્બુ, હેમશાલી, સ્વરોધકર અને વિષપ્રદ એમ આપેલા છે.
ઉપયોગ
મેઘડમ્બર છત્રઈ રાવણ રા ઉસર મણ્ડાવઈ રામચંદ્ર વિભીષણ પૂછઈ મેઘ વરસવા આવઈ. – સીતાહરણ-પંદરમી સદી.
|
11 |
|
पुं. |
વાદળું; જલધર; પયોધર; નીરદ; તોયદ; ધન; અંબુદ; જીમૂત; પયોદ.
ઉપયોગ
અભ્ર, મેઘ, વારિવાહ, સ્તનયિત્નુ, બલાહક, ધારાધર, જલધર, તડિત્વાન, વારિદ, અંબુભૃત, ધન, જીમૂત, મુદિર, જલમુચ, ધૂમયોનિ એ પંદર નામ મેઘનાં છે. તેમાં અભ્ર નપુંસકલિંગ છે. બાકીનાં પુંલિંગ છે. – અમરકોષ.
|
13 |
|
पुं. |
( સંગીત ) હનુમંત મત પ્રમાણે મુખ છ માંહેનો એક રાગ. મહાદેવના મુખમાંથી મૂળ પાંચ રાગ નીકળ્યા. તે શ્રી, વસંત, પંચમ, ભૈરવ, મેઘ અને છઠ્ઠો રાગ જે પાર્વતીજીના મુખમાંથી નીકળ્યો તે નટ્ટનારાયણ. વર્ષાઋતુ એટલે શ્રાવણ અને ભાદરવો એ બે માસમાં હર વખત તે ગવાય છે. તેની જાતિ સંપૂર્ણ, ખરજ રિખવ તીવ્ર, ગંધાર તીવ્ર, મધ્ય કોમળ, પંચમ ધૈવત તીવ્ર અને નિખાદ એ પ્રમાણે સાતે સ્વર તેમાં આવે છે. તેનો ગ્રહ સ્વર ધૈવત છે, ન્યાસ સ્વર ઉતરીનિખાદ છે. કોઈ તેની ખોડવ જાતિ પણ કહે છે. તેમાં ગાંધાર અથવા પંચમ બાદ ગણે છે. કોઈ ઓડવ પણ ગણે છે. તેમાં મધ્યમ અને પંચમ બે બાદ છે. આ રાગનો વર્તમાન સમયમાં લોપ થયો છે. આ રાગ શુદ્ધ ગાવામાં આવે તો વરસાદ થાય એવો એનો પ્રભાવ છે. તે સાંભળવાથી ગરમીના રોગીને શાંતિ થાય છે, તૃષાતુરની તૃષા બુઝાય છે અને વિષયનો અગ્નિ પણ શાંત પામે છે. આ રાગના શરીરનો વર્ગ સોના જેવો છે. મુખ્ય શ્યામ કમળ સરખું છે. માથે મુકુટ છે. શૂરવીર જનોની સભા ભરી હાથમાં ખુલ્લી તલવાર રાખી તે બેઠો છે. પોતે બળવાન છે. તે બેઠો છે તે વખતે વરસાદ આવી રહ્યો છે, વીજળી ચમકી રહી છે, ચાતક, મયૂર વગેરે પક્ષીઓ બોલી રહ્યાં છે અને વખત સાંજનો અથવા પાછલી રાતનો છે, ઋતુ વર્ષા છે. આ રાગ મેઘની ગર્જનાથી ઉત્પન્ન થયેલો છે અથવા બ્રહ્માના શિષમાંથી ઉત્પન્ન થયો પણ કહેવાય છે. મેઘની પાંચ રાગિણીનાં નામ આ પ્રમાણે છે: ટંક, મલ્હાર, ગુજરી, ભૂપાલી અને દેશકાર. તેને આઠ પુત્રો અને આઠ પુત્રવધૂઓ છે. શિવમત પ્રમાણે આ રાગ તેના પરિવાર સહિત ગવાય છે. આ મતાનુસાર તેની છ રાગિણીઓનાં નામ મલ્હાર, સોરઠી, આશાવરી અથવા સામેરી, માલકોષ, ગંધાર અને રસશૃંગાર અથવા હરશૃંગાર છે. તેના આઠ પુત્રો હનુમંત મત પ્રમાણે મેઘરાગના જે પુત્રો છે તે જ હોવાનું મનાય છે. કૃષ્ણ મત પ્રમાણે તેની પાંચ રાગિણીઓનાં નામ બંગાળી, મથુરા, કામોદ, ધનાશ્રી, દેવતીર્થ અને દીવાલી છે. તેના આઠ પુત્રોનાં નામ જાલંધર, સારંગ, કિદારા, શંકરાભરણ, મ્હારવા, ગજધર, ગંધાર અને શહાના છે. હનુમંત મત પ્રમાણે તેની પાંચ રાગિણીઓનાં નામ મલ્હાર, સારંગ, દેશી, ઋતુવલ્યા અને કાવેરી છે. તેના આઠ પુત્રોનાં નામ કલાધર, વાઘેશ્વર, શહાના, પુરિયા, કાન્હરા, તિલક, અસંથ અને શંકરાભરણ છે. તેની આઠ ભાર્યાનાં નામ કરનારી, ગાવદી, કામનાટ, બહારી, માંઝ, પરજ, શુદ્ધનાટ અને પરચંચલી છે.
|