न.
[ સં. ]
એ નામનું મહાકવિ કાલિદાસનું રચેલ એક ખંડકાવ્ય. તેનો નાયક અલકાપુરીનો અધીશ્વર કુબેરજીનો અનુચર એક યક્ષ છે. વર્ષપર્યંતના શાપને લીધે દક્ષિણે ચિત્રકૂટમાં વિરહાવસ્થામાં તે પડેલો છે. પ્રોષિતપતિકા નાયિકા ઉત્તરે અલકાપુરીમાં છે. નાયક મેઘને દૂત કલ્પી નાયિકા પ્રતિ સંદેશો કહાવે છે. ઋતુ વર્ષા છે, શૃંગાર વિપ્રલંભ છે, વર્ષા વિરહદુ:ખ દુ:સહ છે પણ તેના વિપ્રલંભશૃંગારના કાવ્યની મીઠાશ કે લહેજત કાંઈ ઓર જ છે. વિરહાવસ્થા ભોગવનાર નાયકનાયિકાને પણ એ દુ:ખ પ્રસંગોપાત કવચિત્ કિંચિત સુખસ્વરૂપ લહેજતદાર લાગે છે. આ કાવ્યનાં ગુજરાતીમાં ડો. હ. હ. ધ્રુવ, શિવલાલ ધનેશ્વર, હરિકૃષ્ણ બલદેવ ભટ્ટ, નવલરામ, ભીમરાવ, ભોળાનાથ, વિહારી, કિલાભાઈ ઘનશ્યામ, શ્રી જુન્નરકર, કવિ નાનાલાલ, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ અને મનહરરામ મહેતા વગેરેનાં બારેક જેટલાં ભાષાંતરો થયાં છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં