न.
[ સં. ]
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. નર્મદા પંચાગમાં કથા છે કે: ત્રેતાયુગમાં પુલસ્ત્ય ઋષિનો પૌત્ર રાવણ શિવનો પરમ ભક્ત અને મહાન પ્રતાપી હતો. વિંધ્યાચલાધિપતિ મયાસુર દાનવની પુત્રી મંદોદરી સાથે તેનો વિવાહ થયો હતો. કેટલોક સમય વીત્યા બાદ તેને પુત્ર થયો. જન્મતાં જ પુત્રે મેઘ સમાન ગર્જના કરી, તેથી તેનું નામ મેઘનાદ પડ્યું. તેણે તપદ્વારા શિવજીને પ્રસન્ન કરી લીધા. શિવજીએ પોતપોતાનાં આત્મલિંગ આપ્યાં. તેને લઈને તે લંકા જવા લાગ્યો. ત્યારે વચ્ચે માર્ગમાં નર્મદાજીનાં દર્શન થયાં. પછી મેઘનાદે પ્રસન્ન ચિત્તથી સ્નાન કરીને તે લિંગોની પૂજા કરી અને લંકા જવા માટે આકાશમાર્ગે ગમન કર્યું. તે વખતે તેના હાથમાંથી એક લિંગ નર્મદાજીની ધારામાં પડી ગયું. પછી મેઘનાદે તે લિંગની સ્થાપના કરીને મેઘનાદતીર્થ નામ આપ્યું. ત્યારથી અહીં બધાં કર્મ સુફલ થાય છે. પિતૃતર્પણ, બ્રાહ્મણભોજન વગેરે કર્મોના ફળ સોગણાં અધિક પ્રાપ્ત થાય છે એવો તેનો મહિમા છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.