મેનિન્જાઈટિસ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ અં. ]

અર્થ :

મગજના પડનો સોજો; એક જાતનો રોગ; પિશાચજ્વર; મસ્તિષ્કાવરણપાક. આ તાવ આજકાલ ખૂબ જોવામાં આવે છે. જૂના સમયમાં આ પ્રકારનાં તાવ બહુ ઓછા હતા. એ સમયમાં આ રોગ માટેના ઉપચારોમાં મુખ્યત્વે મંત્રતંત્રના ઉપચારો યોજવામાં આવતા હતા. કારણ કે, કોઈ રાક્ષસ શરીરમાં પ્રવેશ્યો છે, એમ માનવામાં આવતું, પરંતુ એ રોગરૂપી રાક્ષસને દૂર કરવા માટે એ સમયે પણ મંત્રતંત્ર ઉપરાંત ઔષધોપચારો હતા. તેનાં લક્ષણો; તાવ લગભગ ૧૦૪ થી ૧૦૭ વચ્ચે રહે છે. અવારનવાર રોગીનું બેભાન થવું, ઘણી સખત ને વારંવાર બૂમો પાડવી, હાથપગનું કળવું, ભૂખ અને તરસ તરફ અરુચિ રહેવી, તે ઉપરાંત ઘણી વખત માથાના દુખાવાની ફરિયાદ, ઘણી વખતે વાંસાના દુખાવાની ફરિયાદ અને ઘણી વખત ગરદનના દુખાવાની ફરિયાદ રોગી કરે છે. રોગનાં કારણો; ઘણાં ઊંચા તાવને કારણે, જૂની શરદી અથવા ચેપી હવામાનમાંથી આવતી શરદીને કારણે, ચેપી જંતુઓનું મગજમાં પહોંચવું, જ્ઞાનતંતુઓ ઉપર ત્રિદોષ જેવા જ્વરોનો હુમલો થવો અને ઝેરી પ્રવાહીઓ એકઠા થઈ મજ્જાતંતુઓને નુકસાન પહોંચાડવું એ આ રોગ માટેનાં મુખ્ય કારણો છે. રોગનો ઉપચાર: માથા ઉપર ચંદનનો લેપ, પેટ ઉપર માટીનો લેપ ને ધાણ્યાદિ કવાથ પ્રવાહી ડ્રામ ૨, ચંદનાદિ કવાથ પ્રવાહી ડ્રામ ૨, વાયુવરણાદિ કવાથ પ્રવાહી ડ્રામ ૨, અભયાદિ કવાથ પ્રવાહી, ડ્રામ, ૨, સંચળ ડ્રામ ૨ એ બધું સાથે મેળવી તેનો એક ભાગ બનાવવો. તેવા ચાર ભાગ બનાવી દિવસમાં ચાર વખત ચાર ચાર કલાકને અંતરે લેવા તાવ ૧૦૫ થી વધે તો તબીબની સલાહ લેવી. પ્રવાહી સિવાયનો કોઈ પણ ખોરાક દરદીને આપવો નહિ.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects