पुं.
એક જાતનું એરંડા જેવું ઝાડ. તે દૂધવાળું છે તેથી તેનું દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે. તે ઝાડ નાનું શુમારે માથોડું દોઢ માથોડું ઊંચુ વધે છે. તેનાં પાન એરંડાનાં પાના જેવાં પણ તે કરતાં નાનાં હોય છે. આ એરંડો વાડ કરવામાં માટે વવાય છે. તેનું લાકડું ઘણું જ હલકું હોય છે. તેને ચીર ઘણો હોય છે. બી રેચક છે અને તેનું તેલ કઢાય છે. તે દવાના કામમાં આવે છે. વીંછીના વિષ ઉપર મોલગીએરંડાનું દૂધ કાઢી હાથે ચોળી ઘટ્ટ થાય એટલે ચાર પાંચ વાર દંશ ઉપર ચોપડવું. દંતરોગ ઉપર મોગલીએરંડાની ડાળીઓનો રાતા રંગનો રસ કાઢી ચોપડવો અથવા લીલા લાકડાથી દાંત ઘસવા એટલે દાંતનો રોગ શાંત થાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.