स्त्री.
[ સં. ]
દૃષ્ટિસૃષ્ટિવાદીઓને મતે એકદમ સૃષ્ટિની ઉત્પત્તિ કહેવામાં આવે છે તે. જેમ સ્વપ્નમાં દેખાતા પિતાપુત્રાદિક વહેલા મોડા ઉત્પન્ન થયેલા હોય એમ સ્વપ્નમાં લાગે છે, છતાં તે બધાંની ઉત્પત્તિ સ્વપ્નમાં એક સાથે જ થાય છે. એટલે જે વખતે જે વસ્તુ જોવામાં આવે તે વખતે જ તેની ઉત્પત્તિ થાય છે તેમ આકાશ વગેરેની ઉત્પત્તિ વેદમાં અનુક્રમે કહેલી છતાં અવિદ્યા દોષથી તે એકદમ ઊપજે છે એ વાત જ ખરી છે એમ માનનારા દૃષ્ટિસૃષ્ટિવાદી એને યુગપત્સૃષ્ટિ કહે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ