न.
[ સં. રાક્ષસી ( રાક્ષસના જેવું ક્રૂર ) + અર્થ ( પૈસો ) + શાસ્ત્ર ]
આસુરી વિત્તશાસ્ત્ર; જે અર્થશાસ્ત્રમાં દયા અથવા નીતિને સ્થાન ન હોય તેવું અર્થશાસ્ત્ર. મહાત્માજી લખે છે કે, ગઈકાલે મારી પાસે પચાસ મણ સૂતર હતું. તે હું બાવીશ રૂપિયે વેચતો હતો અને મને મણ દીઠ ચાર આના નફો પડતો હતો. આજે ખબર પડી કે અમેરિકનો પાક બગડયો એટલે મેં બાવીશના આડત્રીશ રૂપિયા ભાવ માંડયો. આ વધારાના સોળ રૂપિયા લેવાનો મને સો અધિકાર ? આ ઊંધા અર્થશાસ્ત્રથી, વણિકને ન શોભે એવા વ્યાપારથી આખું જગત પીડાઈ રહ્યું છે. અમેરિકની ગરજ તે આપણો અર્થ, એ શાસ્ત્ર માનુષી નહિ પણ રાક્ષસી છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.