अ.
[ સં. રાજકુમારવત્ ]
રાજકુંવરની જેમ. સાંખ્યદર્શનમાં રાજકુંવરની એક એવી આખ્યાયિકા છે કે: કોઇ એક રાજપુત્ર હતો. તેને તેના પિતાએ કોઇ કારણને લીધે જંગલમાં કાઢી મૂક્યો હતો. ત્યાં તે એક ભીલને ત્યાં ઊછર્યો. તેથી તે એમ સમજતો હતો કે હું ભીલ છું. પછી રાજાના પ્રધાનને ખબર પડી કે રાજપુત્ર હજી જીવે છે અને તે એક ભીલને ત્યાં છે. તેથી તે પ્રધાન તે ભીલને ત્યાં ગયો અને રાજપુત્રને સમજાવ્યો કે તું રાજપુત્ર છે, ભીલ નથી. તેથી તે પોતાને ભીલ માનતો બંધ પડ્યો ને હું રાજપુત્ર છું એવું તાત્ત્વિક જ્ઞાન થયું. આમ જીવાત્મા કાળો, ધોળો, ગોરો, કાણો, સુખી કે દુ:ખી નથી પણ તત્ત્વજ્ઞાન સમજાવનાર કોઇ ગુરુ મળે ને શુદ્ધ ચેતન સ્વરૂપ છે એમ સમજાય તો તેથી તે મોક્ષનો અધિકારી થાય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.