पुं.
એ નામના હિંદના એક બંગાળી અગ્રગણ્ય પુરુષ. તે જ્ઞાતે રાઢ બ્રાહ્મણ હતા અને બર્દવાન પ્રાંતમાં રાધાનગરમાં રહેતાં. તેના પિતાએ સિરાજ ઉદ્દદૌલાના વખતમાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી. રાજા એ તેનો ખિતાબ છે. રામમોહન રાય સંસ્કૃત, બંગાળી, અંગ્રેજી, ફારસી, અરબી વગેરે ઘણી ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. તેણે બ્રહ્મોસમાજ સ્થાપી મૂર્તિપૂજાનું ખંડન કર્યું હતું. ઉપનિષદનાં ભાષાંતર કરાવી તે મતને અનુસરવા તેણે આગ્રહ કર્યો હતો. પોતે કલકત્તામાં રહેતા. વિલાયતમાં જઈ પોતાના દેશની સ્થિતિ જણાવી, દેશોદ્ધારના રસ્તા તેણે બતાવ્યા. બ્રિસ્ટલમાં તેમનું અવસાન થયું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.