न.
[ સં. ]
અઢાર માંહેનું એક પુરાણ. તેમાં શિવનું માહાત્મ્ય અને લિંગપૂજાનો મહિમા વર્ણવેલો છે. તેની શ્લોક સંખ્યા ૧૧,૦૦૦ અગિયાર હજાર છે. બ્રહ્મા તેના અધિષ્ઠિત વક્તા છે. તેમાં શિવને જ બ્રહ્મા અને વિષ્ણુ બંનેના અધિષ્ઠાન કહેલાં છે. શિવજીએ પોતાના મુખે ૨૮ અવતારોનું વર્ણન કર્યું છે. આ એક સાંપ્રદાયિક પુરાણ છે. જે પ્રકારે વિષ્ણુએ પોતાના ઉપાસક અંબરિષ રાજાની રક્ષા કરી હતી તે પ્રમણે આમાં શિવ દ્વારા પરમ શૈવ દધીચિની રક્ષાની કથા લખેલી છે. પહેલાં પદ્મકલ્પની સૃષ્ટિની ઉત્પત્તિની કથા આપીને પછી વૈવસ્વત મન્વંતરના રાજાઓની વંશાવળી શ્રીકૃષ્ણના સમય સુધી કહેલી છે. યોગ અને અધ્યાત્મની દૃષ્ટિએ લિંગપૂજાનો ગુહ્યાર્થ પણ બતાવવામાં આવ્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં