न.
[ સં. લુપ્ત ( અદૃશ્ય થયેલ ) + જંતુ + શાસ્ત્ર ]
અદૃશ્ય થયેલ જંતુઓ સંબંધી વિજ્ઞાન. પ્રાણીઓની પરંપરા મેળવવાથી તેની સંતતિ અને ઉપસંતતિનો ઇતિહાસ મળે છે. પણ પૃથ્વીમાં લાંબા કાળથી ફેરફાર થતો રહેવાથી કેટલીક વચલી કડીઓનો પત્તો મળતો નથી. અમુક જાતિ તથા પ્રકારનાં જંતુ નાશ પામ્યાં છે. ભૂસ્તરવિદ્યાના થરોમાં તેના ચિહ્ન મળતાં નથી. જેમકે, વનમાણસનું રૂપાંતર મનુષ્ય જાતિ છે, પણ એ બંનેની વચ્ચેની કડી રૂપ જાતિનો લોપ થયો છે. હજુ ગર્ભશાસ્ત્રમાં એ લુપ્ત કડીનું ચિહ્ન હોય એમ માની શકાય છે. પણ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. કેટલાંક કારણથી આ શાસ્ત્ર અપૂર્ણ છે તો પણ વૈજ્ઞાનિકોની શોધ માટે ઘણી સામગ્રી સંપાદન થયેલી છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.