न.
લોકોમાં વપરાયેલું સંસ્કૃત. જે આર્ય ભાષા વૈદિક એટલે કે વેદના ગ્રંથોની ભાષા હતી અને તે એક સમયે બોલાતી હતી તે ભાષાનું સ્વરૂપ અનાર્ય પ્રજાના સંસર્ગથી બગડવા માંડ્યું. તે સ્થિતિ અટકાવવાના હેતુથી વ્યાકરણ રચાયું, નિયમો ઘડાયા. પરિણામે લૌકિકસંસ્કૃત ઉત્પન્ન થયું અને તે ભાષા લોકે વાપરેલી ભાષા બની. લૌકિકસંસ્કૃત ભાષાનું સાહિત્ય વિશાળ છે. આર્યો પંજાબના ઊંડાણના પ્રદેશમાં પ્રવેશ કરતા ગયા તેમ તેમ ત્યાંના મૂળ વતનીઓના સહવાસમાં આવવા લાગ્યા. લૌકિકસંસ્કૃતની શુદ્ધતા પણ બગડવા લાગી પરિણામે પ્રાકૃત ભાષા એટલે કે એક પ્રકારની અશુદ્ધ સંસ્કૃત ભાષાનો ઉદય થયો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.