લૌકિકસાહિત્ય

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. લૌકિક ( દુન્વયી ) + સાહિત્ય ]

અર્થ :

સામાન્ય લોકોનું સાહિત્ય. લૌકિકસાહિત્ય રચવાનું માન વાજબી રીતે સામળ ભટ્ટને આપવામાં આવે છે પણ સામળ ભટ્ટે એ સાહિત્ય કંઈ નવું રચ્યું નથી. સામળ ભટ્ટના પહેલાં લગભગ ૩૦૦ વર્ષથી ગુજરાતી ભાષા લૌકિકસાહિત્ય ધરાવતી આવી હતી. જૈન સાધુઓ અને બ્રાહ્મણવર્ગના કવિઓ એ બેઉનું એ તરફ લક્ષ ખેંચાયું હતું અને બ્રાહ્મણવર્ગમાં ભાલણકૃત કાદંબરી, ભીમકૃત-નરપતિકૃત વિક્રમચરિત્ર, શ્રીધરકૃત રાવણ મંદોદરી સંવાદ, મધુસૂદનકૃત વિક્રમસેનની વાર્તા, માંડણકૃત ઉખાણા, શિવદાસ અને વીરજીકૃત કામાવતીની કથા એ વગેરે ગ્રંથો રચાયા હતા. પંચોપાખ્યાનનું ગદ્ય ભાષાંતર થઈ ગયું હતું અને પ્રાચીન દુહાઓ સર્વત્ર પ્રચલિત હતા. જૈન સાધુઓએ પણ વિક્રમચરિત્ર, વિક્રમસેનની વાર્તા, નંદબત્રીસીની વાર્તા, વૈતાલ પચીસીની વાર્તા, શુકબહોતરી, સદેવંત સાવળિંગાની વાર્તા, ઢોલામારુની વાર્તા, કામકુંડલા અને માધવાનળની વાતો એમ અનેક વાર્તા રચી હતી.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects