4 |
|
पुं. |
( પુરાણ ) મહાદ્વીપમાં કરેલા ભૂભાગમાંનો દરેક ભાગ; પૃથ્વીનો અમુક ખંડ; જંબુદ્વીપનો એક ભાગ; ખંડ ભારતવર્ષ, કિંપુરુષ અથવા કિન્નર, હરિ, રમ્યક, હિરણ્યમય, ઉત્તરકુરુ, ઈલાવૃત, ભદ્રાશ્વ અને કેતુમાલ એમ નવ પ્રદેશ પુરાણમાં ગણાવેલ છે.
|
8 |
[ સં. ] |
न. |
એક વાર વર્ષા ઋતુ આવી હોય ત્યાંથી શરૂ કરીને ફરીથી તેની તે ઋતુ આવે ત્યાંસુધીનો કાળ; બે અયન જેટલો વખત; બાર મહિના કે ૩૬૦ દિવસ જેટલો કાળ; સંવત; સાલ. વરસ એ શબ્દ વર્ષાદ ઉપરથી થયો છે, એટલે ૩૬૫ દિવસ, ૧૪ ઘડી અને ૩૨ પળ જેટલો સમય ગણાય. વર્ષકાળના પાંચ ભેદ કહેવામાં આવ્યા છેઃ સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર. સૂર્યની ગતિથી સંવત્સર કહેવાય છે, બૃહસ્પતિની ગતિથી પરિવત્સર કહેવાય છે, ત્રીસ દિવસના મહિનાઓથી ઈડાવત્સર કહેવાય છે, ચંદ્રની ગતિથી અનુવત્સર અને પૃથ્વી સૂર્યની એક પ્રદક્ષિણા કરે તેટલા સમયને વત્સર કહેવામાં આવે છે. સૌર, ચાંદ્ર, સાવન, નાક્ષત્ર અને બાર્હસ્પત્ય એમ વર્ષના જુદા જુદા પ્રકાર છે. સૂર્યની ગતિ ઉપરથી ગણતરી કરીને જે વર્ષ થાય છે તે સૌરવર્ષ કહેવાય છે. તે સૌરવર્ષ ૩૬૫ દિવસ, ૫ કલાક ૪૮ મિનિટ અને ૪૬ સેકંડનું હોય છે. આટલા સમયમાં પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂરી કરી લે છે. ચંદ્રની ગતિ ઉપરથી ગણતરી કરીને જે વર્ષ નક્કી થાય છે તે ચાંદ્રવર્ષ કહેવાય છે. ચાંદ્રવર્ષ ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૬ સેકંડનું હોય છે. આટલા સમયમાં ચંદ્ર પૃથ્વીની બાર પ્રરિક્રમાઓ પૂરી કરે છે. આ પ્રમાણે સૌરવર્ષ અને ચાંદ્રવર્ષમાં દર વરસે ૧૦ દિવસ અને ૨૧ કલાકનો તફાવત આવે છે તે હિંદુ પંચાંગમાં દર ત્રીજું વર્ષ ૧૩ મહિનાનું બતાવી દૂર કરવામાં આવે છે. વધારાના મહિનાને અધિક માસ કે મલમાસ કહે છે. સાવનવર્ષ પૂરા ૩૬૦ દિવસનું હોય છે અને તેના મહિનાના ૩૦ દિવસ હોય છે. નાક્ષત્રવર્ષ ૩૨૪ દિવસનું અને તેનો દરેક મહિનો ૨૭ દિવસનો હોય છે. આ ચાર પ્રકારના વર્ષો ઉપરાંત પણ પ્રાચીન કાળમાં બીજા કેટલાક પ્રકારના વર્ષોનો પ્રચાર હતો. જેમકે, સપ્તર્ષિ વર્ષ. જુદી જુદી પ્રજાનું નવું વર્ષ જુદા સમયે શરૂ થાય છે. ચીનનું નવું વર્ષ ફેબ્રુઅરિની ૧૮, ઇરાનનું માત્ર ૨૧, સિયામનું એપ્રિલ ૧, મુસલમાનનું એપ્રિલ ૧૬ અને યહૂદીનું સપ્ટેબરની ૧૦મીએ શરૂ થાય છે. આપણી પૃથ્વી પોતાની આસપાસ ફરતાં ફરતાં સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. લગભગ ૩૬૫ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા ફરતાં પૃથ્વીને જે સમય લાગે છે તેને વર્ષ કહે છે અને તેથી તેની આ બીજી ગતિને વાર્ષિક ગતિ કહે છે. બૃહસ્પતિ, મેષ વગેરે બાર રાશિઓમાંથી એક એકને ભોગવે અને જે વર્ષ થાય તેને બાર્હસ્પત્ય વર્ષ કહે છે અને તેના ૩૬૫ દિવસો હોય છે.
ઉપયોગ
સંવત્સર, વત્સર, અબ્દ, હાયન શરદ અને સમા એ છ નામ વર્ષનાં છે. હાયનાંત શબ્દ પુલિંગ અને નપુંસકલિંગ છે, શરદ સ્ત્રીલિંગ છે, સમા શબ્દ સ્ત્રીલિંગ બહુવચન છે અને શેષ પુલિંગ છે. – અમરકોષ
|