स्त्री.
દક્ષિણ હિંદમાં વપરાતું એક જાતનું હથિયાર. તે ઘણે ભાગે લાકડાનું બનેલું અને લંબાઈમાં આશરે ૧૮ તસુ હોય છે. તેને છેડે નાનો ગાંઠો હોય છે. આ હથિયાર જમીન ઉપર ચાલનાર પ્રાણીઓનો શિકાર કરવામાં વપરાય છે પણ જ્યારે લડાઈમાં વપરાય છે. ત્યારે તે લોઢાનું બનાવવામાં આવે છે. સત્તરમી સદી સુધી દક્ષિણ હિંદના કાલાર અને મારવાર લોકોએ તેનો ઉપયોગ યુદ્ધમાં કર્યો હતો. ખરેખર આ વાલારી નામનું હથિયાર તેઓનું રાષ્ટ્રીય હથિયાર ગણી શકાય. કારણકે, હજુ તેઓના વિવાહ પ્રસંગે આ હથિયાર તેની ખાસ બક્ષિશ ગણાય છે. પુદુકોટા રાજ્યના સંગ્રહસ્થાનમાં તેનો સુંદર નમૂનો છે. તેની બહારની ગોળાઈ ૧૬ ૧/૨ ઈંચ હોય છે અને તે છેડે ૨ ઈંચ પહોળી, સપાટ અને બુઠ્ઠી છે. તેની બંને બાજુએ ફૂલોની ભાત કોતરેલી હોય છે. આ હથિયાર ઘણું જૂનું છે અને પહેલાં આખા હિંદુસ્તાનમાં અસલના વતનીઓ થોડું ઘણું વાપરતા હશે; પણ અત્યારે તો મદ્રાસ ઈલાકાના એક દક્ષિણના ભાગમાં જ તે જોવામાં આવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.