पुं.
એ નામના એક હિંદી કવિ. વિદ્યાપતિને ભક્ત કવિ માનવા કે શૃંગારી માનવા તે બાબતમાં વાદવિવાદ ચાલે છે. પરંતુ લોકો તો તેને શૃંગારી કવિ જ માને છે. તેની ભક્તિ માધુર્યભાવની છે. તે સંસ્કૃત અને દેશી ભાષાના મહાન વિદ્વાન હતા. તે સંસ્કૃત, અપભ્રંશ અને મૈથિલ ભાષાના વિદ્વાન કવિ હતા. તેના કાવ્યોમાં આપણને ભાષાનું અદ્ભુત સૌંદર્ય, છંદશાસ્ત્રનું વિસ્તૃત જ્ઞાન, કોમલકાંતપદાવલી, રસનિરૂપણ અને અદ્ભુત વાણીનું વૈદગ્ધ્ય મળે છે. તે પિંગળશાસ્ત્રના આચાર્ય હતા. તેનાં પદો આદર્શ મનાય છે. તેનામાં ક્યાંય પણ ખામી જોવામાં આવતી નથી. અલંકાર ક્ષેત્રમાં પણ તે અતુલ હતા તેનો મુખ્ય અલંકાર ઉત્પ્રેક્ષા હતો. તેમાં કલ્પનાનો સુંદર વિકાસ જોવામાં આવે છે. તેનું કુદરતવર્ણન અદ્ભુત અને સૌંદર્યથી ઓતપ્રોત હતું. કારણ કે, તે સૌંદર્યના જ કવિ હતા. તેનું કાવ્યજ્ઞાન અપૂર્વ હતું. વિદ્યાપતિની ભાષા મૈથિલી હતી. ભાષા રસવાળી, પ્રસન્નતાવાળી, મધુર અને નિર્મળ હતી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ