स्त्री.
વીજળીના બળ જેવા જબરા આંચકા કે વીજળી જેવો પ્રકાશ આપવાની જેનામાં શકિત છે, તેવી માછલી. આવી કોઈ મોટી માછલીના ધક્કાથી હાથ પણ ઘડીભરને માટે ખડી પડે છે. ઘણી જાતની માછલીઓ શોધાઈ છે કે જેમના દેહમાંથી ખૂબ પ્રબળ વીજળીક શકિત બહાર પડે છે. એ માછલીઓનાં અંગ્રેજી નામ `ટોરપીડો`, `ઈલેકિટ્રક ઈલ`, `મોરમિયસ` અને `જીમનોટાસ` વગેરે આપવામાં આવ્યાં છે. `જીમનોટાસ` નામની માછલીના દેહમાં ખૂબ તીવ્ર વીજળી શકિત રહેલી છે. એના શરીરને અડકતાં વેંત એક મોટો ઘોડો પણ એક પળમાં નિર્જીવ બની ઢળી પડે છે. આમાજોન અને એરિનોકો નામના દક્ષિણ અમેરિકના વિભાગમાં ` ઈલેકિટ્રક ઈલ` નામની એટલી પ્રચંડ વીજળીક શકિત ધરાવતી માછલીઓ છે કે જે મોટા મોટા જળ ઘોડાને પણ આંખ મીંચીને ઉઘાડતાં વાર ખલાસ કરી દે છે. એ વીજળી તેમના શરીરમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ જાણવા જેવું છે. `ટોરપીડો` નામની માછલીના માથા આગળની જગ્યાએ વાદળી જેવા બદામી રંગના બે અવયવો હોય છે. એમાંથી જ વીજળી નીકળે છે. `રાઈવા` નામની માછલીની પૂંછડી આગળના ભાગમાં બે નાના ગોળાકાર અવયવ હોય છે `જીમનોટાઈસ` માછલીની પૂંછડીએ પણ એવા જ અવયવો જોવામાં આવ્યા છે. `હિલિઓસ્ટિઆઈ ` નામની માછલીઓનાં શરીર જ વીજળીક શકિત ધરાવે છે. મોટે ભાગે એ પ્રકારની માછલીઓની પૂછડી તથા પેટના ભાગમાં વીજળી ઉત્પન્ન કરી શકે એવા અવયવો રહેલા છે. દરેક જીવને સ્નાયુ તથા પેશીઓ હોય છે. માંસપેશીનું કામ શરીરના જુદા જુદા ભાગોને સંકોચવાનું તથા ફેલાવવાનું હોય છે. સ્નાયુનું કામ સ્પર્શનો અનુભવ કરવાનું હોય છે. મગજના હુકમો શરીરના અવયવોમાં પહોંચાડવાનું તથા શરીરના ભાગોની કોઈ ફરિયાદ મગજને પહોંચાડવાનું છે. એ સ્નાયુ તથા માંસપેશી કયારેક કયારેક તેમનાં એ બધાં કામ છોડી દઈ વીજળી પ્રગટ કરવાનું કામ કરવા માંડે છે. એથી એ અવયવોના આકાર બદલાઈ જાય છે. `ટોરપીડો` માછલીના માથા આગળના ભાગમાં વીજળી ઉત્પન્ન કરનારું અવયવ હોય છે. એ અવયવમાં અસંખ્ય સ્નાયુઓ અને રક્તવાહિનીઓ હોય છે. નાની માછલીના શરીરમાં એ અવયવ એક સોય જેવું હોય છે. જ્યારે મોટી માછલીના શરીરમાં ગાજર જેવડું હોય છે. આગળ ઉપર એ અવયવ ધતૂરના ફૂલ જેવો આકાર ધારણ કરે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.