पुं.
વીજળીના વહન માટે વપરાતો તાર. વીજ વહન માટે શુદ્ધ તાંબાના તાર લઈ તેની ઉપર કલઈ કરે છે અને તારની આસપાસ પ્રથમ શુદ્ધ રબરની નળી બેસાડે છે. તેના ઉપર વલ્કેનાઈઝ રબરનું થર ચઢાવે છે. ( રબરને વલ્કેનાઈઝ કરવું, એટલે રબરના રસમાં ઠરાવેલ પ્રમાણમાં ગંધક ઉમેરી સિઝાવવો. સિઝાવતી વખતે ગંદક રબર સાથે એકપ્રાણ થઈ જતાં જે પદાર્થ બને છે, તે ટાઢ તાપથી તડકતો નથી.) આના ઉપર ફરીથી, રબરનો રસ પાયેલી ફીત વીંટાળે છે, અને છેવટે વણેલા સૂતર કિંવા રેશમના દોરાનું થર હોય છે. ફીત કિંવા દોરાનું થર ઈન્સ્યુલેશન-વીજરક્ષણ માટે વાપરતા નથી; પણ અંદરનું રક્ષક કવચ ખરાબ ન થાય માટે ઉપર રાખે છે. તારને કલઈ કરવાનો હેતુ એ છે, કે વલ્કેનાઈઝ રબરમાંનો ગંધક તાંબાના તારના સંસર્ગમાં આવે, તો મોરથૂથાનો લીલા રંગનો કાટ ચઢે છે, તે ચઢે નહિ. યોગ્ય માપના અને યોગ્ય રીતે સંરક્ષણ કરેલા તાર વાપરવા એ વાત ઘણી મહત્ત્વની છે. સીસાના કવચમાંના તાર હમેશ જોડીઆ હોય છે, અને તેમાંના એકના ઉપરનું કવચ લાલ રંગનું અને બીજાના ઉપરનું કાળા રંગનું હોય છે. લાલ રંગનું કવચ પોઝિટિવ એટલે ઘન અને કાળા રંગનું નેગેટિવ એટલે ઋણ, એવો અર્થ ધ્વનિત થાય છે. મંડળના તાર મોંઘા પણ ભરોસાપાત્ર વધારે હોય છે. વપરાશમાં સર્વથી ઝીણો એક તાર, .૦૪૪ એટલે જેનો વ્યાસ ૪૪/૧૦૦૦ ઈંચ હોય તે છે. આથી બારીક તાર વાપરવા હોય તો ઘણા બારીક તારની દોરી વપરાય છે. દાખલા તરીકે ૩/.૦૨૯ તાર કિંવા ૭/.૦૩૬ તાર, એટલે ૦.૨૯ ઈંચ વ્યાસના ત્રણ તારની વણીને બનાવેલી દોરી અથવા સાત .૦૩૬ ઈંચ વ્યાસના તારની વણીને બનાવેલી દોરી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.