स्त्री.
વીજળીથી પ્રકાશ કરનાર દીવો; વીજળીથી સળગતી બત્તી; `ઈલેકિટ્રક લાઈટ`. એડિસને વિચાર્યું કે આ વીજળીના પ્રવાહના ભાગ પાડી, તેને જુદી જુદી બત્તીમાં વહેંચી નાખવામાં આવે તો આ પ્રકાશમાંથી બીજી અનેક બત્તી થઈ શકે. એડિસને આ અશક્ય લાગતું કાર્ય હાથ ધર્યું. આ માટે જરૂરી ૩,૦૦૦ સિદ્વાંતો તપાસ્યા. આ પ્રયોગમાંથી માત્ર બે જ સફળ થતા લાગ્યા. એમની મુખ્ય મુશ્કેલી દેદીપ્યમાન રહે એવું કાર્બન ફિલામેન્ટ શોધવાની હતી. એક રાત્રે પાસે પડેલા દીવાને નિહાળતા એકાગ્રચિત્તે, ફિલામેન્ટ વિષે એડિસન વિચાર કરી રહ્યા હતા. ફાનસની આગળ પાછળ મેશ જામી રહી હતી. એમણે વિચાર તંદ્રામાં હાથ લંબાવ્યો ને કાજળનો કટકો એમના હાથમાં આવ્યો. એ કાજળના કટકામાંથી એમને જોઈતું કાર્બન હાથ લાગ્યું. એમણે એમના સાથીને બૂમ પાડીને એક ચીંદરડી મંગાવી. તે કાજળમાં લપેટીને સળગાવી. સળગે છતાં અંદરનો દોરો અણિશુદ્ધ રહે એવું એમને કરવું હતું. એ માટે એમણે ફરી ફરીને પાંચ પાંચ વાર પ્રયત્ન કર્યા. એ પછી એને ગોળામાં રાખવાનું નક્કી કહ્યું. ગોળામાંથી હવા કાઢી નાખી. કારણ કે હવાથી કાર્બન બળી જાય, ને તેને સીલ કરવા લઈ જતાં વળી ત્રણ વાર ભાંગી ગયો તે રાત્રિએ એ સફળ થયા. શુક્રતારિકા સમો એ દીવો એમની પ્રયોગશાળામાં ઝબકી રહ્યો . પણ પિસ્તાળીસ કલાકને અંતે કાર્બન બળી ગયો એ પિસ્તાળીસ કલાક સુધી તેનું અવલોકન કરતાં બેસી રહ્યા. વીજળીનો દીવો શોધાયો. પણ ફિલામેન્ટ તો હજી શોધવાનું બાકી હતું. એમણે કાર્બનના સિદ્ધાંત ઉપર અનેક અખતરા કર્યા. વાંસની ચીપ ઉપર એ સફળ થયા અને આ પ્રમાણે જગતને એ દીપક મળ્યો. વીજળી બત્તીના ત્રણ ભાગ કરી શકાય છે. (૧) ઉપરનો કાચનો ગોળો. (૨) અંદરનો બારીક તાર. (૩) બૂચની વાટકી. કાચના ગોળા જુદા જુદા ઘાટના રંગના અને સફાઈના મળે છે. તેમાંથી વિવિધ રંગના પ્રકાશ પાડી શકાય છે. ગોળો ઉપરથી કાળો કે મેલો થાય, તો પ્રકાશ ઘણો કમી થઈ જાય છે, તેથી વારંવાર તેને સોડાના પાણીમાં બોળેલા કકડાથી લૂછી, સાફ કરવો. બત્તીની અંદરના તાર ઘણા જૂના થતાં, તેના સૂક્ષ્મ કણ કાચની અંદરની બાજુએ ચોંટી કાચ ઝાંખો થાય છે અને પ્રકાશ કમી પડે છે. આવું થાય તો બત્તી બદલવા સિવાય બીજો ઉપાય નથી.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.