पुं.
( પુરાણ ) સિંધુ દેશાધિપતિ ક્ષત્રિય. તેને જયદ્રથ નામે પુત્ર હતો. જયદ્રથના જન્મકાળે આકાશવાણી થઈ હતી કે, યુદ્ધમાં એનું માથું તૂટી જવાથી એનું મૃત્યુ થશે. વૃદ્ધક્ષત્રે પોતાના પુત્રને એવું વરદાન આપ્યું હતું કે, જે કોઈ તારું માથું કાપીને ભૂમિ ઉપર પાડશે તેના માથાના તત્કાળ સો કકડા થઈ જશે અને એ મરણ પામશે. જયદ્રથ મોટો થયો ત્યારે તેને ગાદી ઉપર બેસાડી પોતે સ્યમંતપંચક ક્ષેત્રમાં તપ કરવા લાગ્યો. મહાભારતના યુદ્ધમાં અર્જુને તેનું માથું એવી રીતે કાપી ઉડાડ્યું કે તે સ્યમંતપંચક ક્ષેત્રમાં વૃદ્ધક્ષત્ર સંધ્યા કરવા બેઠો હતો ત્યાં તેના ખોળામાં પડ્યું. તેને એ વાતની ખબર નહિ હોવાથી સંધ્યા પૂરી થવાથી ઊઠ્યો એટલે ખોળામાં પડેલું જયદ્રથનું ડોકું ભોંય પર પડ્યું તેથી પોતાના જ શિરના સો કકડા થયા અને એ મરણ પામ્યો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ