पुं.
લાંબી, સાંકડી, નાના લાંબા જીવડાના આકારની નળી. તે અંધાંત્રની ટોચ આગળથી નીકળે છે અને જુદાં જુદાં મનુષ્યોમાં જુદી જુદી રીતે વલણ લે છે. કોઈક વખત તે અંધાંત્રની પાછળ જાય છે, કોઈક વખત તે ડાબી બાજુએ જાય છે અને કોઈક વખત નીચેની બાજુએ બસ્તિમાં પેસી જાય છે તેની લંબાઈ સાધારણ રીતે ૩ ૧/૨ તસુ હોય છે. કોઈક મનુષ્યમાં તેની લંબાઈ એક તસુ પણ હોય છે અને કોઈમાં ૮ તસુ સુધી પણ હોય છે. તેને વળગેલી એક ઝાલર પણ હોય છે. અંધાંત્ર સાથે તેનો સંબંધ એક કાણાથી થાય છે. પાચનક્રિયામાં વૃદ્ધાંત્રનું ખાસ કરીને શું કર્તવ્ય હશે તે વિજ્ઞાનીઓ નક્કી કરી શક્યા નથી. તેમાં કંઈ ફેરફાર થવાને લીધે અમુક જાતના રોગ થાય છે. જો કાપકૂપ કરીને તે વૃદ્ધાંત્રને ત્યાંથી કાઢી નાખવામાં આવે છે, તો તે રોગ નાબૂદ થાય છે અને બીજો કાંઈ ખાસ ફેરફાર માલૂમ પડતો નથી. અંધાંત્ર અને વૃદ્ધાંત્ર ( એપેંડિક્સ ) જમણા નિતંબ પ્રદેશમાં અને જમણા વંક્ષણ પ્રદેશમાં આવેલ છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.