स्त्री.
એક જાતનો વેલો. એનાં પાન ફાંગનાં પાન જેવાં, પણ પાતળાં અને ડાળી ઉપર છેટે છેટે આવેલાં હોય છે. તેમાં પીળાશ લેતાં લીલા રંગનાં નાનાં નર ને માદાનાં જુદાં જુદાં ફૂલ થાય છે અને વટાણાં જેવડાં રાતા રંગનાં ફળ થાય છે. તે મધ્ય હિંદ, દક્ષિણ હિંદ, પશ્ચિમ હિંદના પહાડો, મલાકા, સિંગાપુર અને સિલોનમાં થાય છે. તેનાં ગોળ પીળા રંગનાં મૂળ દક્ષિણ હિંદમાં દવા તરીકે વેચાય છે. ધનુર્વાત માટે સિલોનમાં તે પ્રખ્યાત દવા છે. તેમાં કટુ, વિષઘ્ન, દીપન, પાચન, જ્વરઘ્ન, મળશુદ્ધિ અને રક્તશોધક ગુણો છે. તે મધુપ્રમેહ, ગર્ભનાદગ, અજીર્ણ, અપચો, મંદાગ્નિ, અરુચિ, ખાટા ઓડકાર વગેરે ઉપર સારું કામ કરે છે. જૂના ઝેરી નહિ રૂઝાતા વ્રણો, ચામડીનાં દાદર, ખસ, ખરજવાં વગેરે દર્દો તેના કવાથથી ધોવા અને મલમમાં ભેળવેલ તેનું બારીક ચૂર્ણ એ વ્રણો રૂઝવવા માટે અકસીર છે. માથાના દુઃખાવા ઉપર તેને વાટી ચોપડાય છે. ઝેરી પ્રાણીઓના દંશ ઉપર વાટી ચોપડાય છે. મૂળોમાંથી પીળો રંગ મળે છે. દક્ષિણ હિંદમાં રંગ માટે વપરાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.