ब.
વેણી વાપરીને કરેલ કમાડ. વેણી બુહાનાં કમાડ માટે ઊભાં પાટિયાં એક બીજા જોડે ઘીસી દાંતા રાખી કે બે અણિયાળી મેખથી કે તુરાઈથી જોડવામાં આવે છે અથવા પાટિયાં દોઢથી જોડવામાં આવે છે. આ જોડેલાં પાટિયાંના તરાપાને, ત્રણ આડા બુહા, કોરોને પાસ પાડી કે ગોળ કરી, ખીલાથી જડે છે. બે કમાડમાંથી, એક ઉપર ઊભી પટ્ટી જડે છે તેને વેણી કહે છે. આવાં કમાડને નરમાદા અથવા મિજાગરા વડે ચોકઠા ઉપર ચડાવે છે. આવી જાતનાં કમાડના હાથા, કડીઓ, નકૂચા, આગળિયો, સાંકળ વગેરે લોખંડી હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ