न.
[ સં. ]
પ્રાચીન વેદનો સુવ્યવસ્થિત અભ્યાસ કરવા માટે હરદ્વારમાં શરૂ કરવામાં આવેલ એક મહાવિદ્યાલય. તેમાં વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, વેદાંત વગેરે દર્શનો ઉપરાંત ચાર્વાક, બૌદ્ધ, અર્હત, પૂર્ણપ્રજ્ઞ પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા વગેરે દર્શનોનો પણ સાધારણ અભ્યાસ કરાવવામાં આવે છે. તદુપરાંત વૈદિકપ્રક્રિયા, પ્રાતિશાખ્ય, ભાષાવિજ્ઞાન જ્યોતિષ, સંસ્કૃત સાહિત્ય, ઇતિહાસ, પાશ્ચાત્ય દર્શન, અર્થશાસ્ત્ર, રસાયનવિદ્યા વગેરે વિષયોનું પણ જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. કાંગડી ગુરુકુળના વેદભુવન પાસે વેદમહાવિદ્યાલયનું આલિશાન મકાન આવેલું છે. આ મકાન પણ હિંદી શિલ્પકળાને આધારે જ બંધાયું છે. કોલેજની મધ્યમાં પુસ્તકાલયનો ભવ્ય ખંડ આવેલો છે. તેમાં ૨૫,૦૦૦થી વધુ કીમતી ગ્રંથો ભર્યા છે. પુસ્તકાલયની બંને બાજુએ આવેલા ખંડમાં વેદ અને આર્ટસ કોલેજના વર્ગ લેવાય છે. આ વર્ગોમાં વેદના ઊંડા અભ્યાસ ઉપરાંત, હિંદી તત્ત્વજ્ઞાન, સંસ્કૃત સાહિત્ય, અંગ્રેજી, ઇતિહાસ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનું આધુનિક ઢબે શિક્ષણ અપાય છે. આનો જાત અનુભવ કરતાં જણાયું છે કે, વેદવેદાંતનું બહુ જ આદર્શ રીતે ત્યાં જ્ઞાન અપાય છે. જ્ઞાન લેવાદેવાની પદ્ધતિ પણ પ્રાચીન આશ્રમ જેવી છે. વેદ કોલેજમાં વેદનો ધર્મની દૃષ્ટિએ ઊંડો અભ્યાસ કરવો પડે છે. જ્યારે આર્ટસ કોલેજમાં હિંદીભાષાના જ્ઞાનને વધારે પસંદગી અપાયેલ છે. છેલ્લી પરીક્ષા પસાર કરનારને વેદાંલંકાર કે વિદ્યાલંકારની પદવી આપવામાં આવે છે. આ ગુરુકુળ ધીમી ગતિએ પણ ૧૯૨૨માં સર્વાંગસંપૂર્ણ યુનિવર્સિટીનું સ્વરૂપ ધારણ કરી શકી છે. વેદ કોલેજ, આર્ટસ કોલેજ, આયુર્વેદિક કોલેજ એ ત્રણેય ગુરુકુળ આશ્રમની યુનિવર્સિટીનાં અંગ છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.