स्त्री.
[ સં. ]
યોગશાસ્ત્ર પ્રમાણે હઠયોગની એક મુદ્રા. સૂઈ રહેલી કુંડલિનીને પુચ્છે પકડી, જગાડીને એટલે તેની નિદ્રાનો ત્યાગ કરાવીને તેને સ્થિર રાખી બ્રહ્મરંધ્રમાં લઈ જવાથી યોગીને મોક્ષ મળે છે. સાંજ સવાર સૂર્યનાડીથી પૂરક કરી પરિધાન યુક્તિથી કુંડલિનીને ગ્રહણ કરીને ચાર ચાર ઘડી તેને ચારે ભણીથી ચલાયમાન કરવાથી તે સુષુમ્ણામાં કાંઈક ઉપર ચડે છે. આમ થવાથી તે સુષુમ્ણાનું મુખ-પ્રવેશમાર્ગ-છોડી દે છે તેથી પ્રાણ પોતાની મેળે સુષુમ્ણામાં પ્રવેશ કરવા લાગે છે. મૂલસ્થાનની ઉપર તથા નાભિની નીચે કંદનું ઠેકાણું છે. એ કંદ કુક્કુટ પક્ષીના ઈંડા જેવો છે. સિદ્ધાસને બેસી પછી બંને હાથથી ઉપરાઉપર રાખેલા બંને પગની ઘૂંટીઓની પાસેનો ભાગ પકડી રાખી બંને પગોની પાનીઓ વડે એકસોને એક વાર પૂર્વોકેત કંદ ઉપર તાડન કરવું તે શક્તિચાલન મુદ્રાનું બીજું અંગ કહેવાય છે. ઉપરની રીતે શક્તિચાલન મુદ્રાનાં બંને અંગ સાધી કુંડલિનીને ચલાયમાન કરી પછી સિદ્ધાસને બેસી ભસ્ત્રિકાકુંભક કરવાથી તે કુંડલિની શીઘ્ર જાગી ઊઠે છે. પછી પદ્માસને બેસી પ્રણવના કે સોડહંના જપપૂર્વક નાભિમાં રહેલા સૂર્યનું નાભિના આકુંચન દ્વારા આકુંચન કરી કુંડલિનીને ઊર્ધ્વ ચલાયમાન કરી બહ્મરંઘ્રમાં પહોંચાડવાથી મુત્યુના ભયથી મુક્ત થાય છે. કુંડલિનીને ચલાયમાન કરી તેને બહ્મરંઘ્રમાં સ્થિર રાખવાથી યોગી ઉધરસ, શ્વાન અને વૃદ્ધાવસ્થાથી મુક્ત થાય છે. આ મુદ્રાના અભ્યાસથી શરીરમાંની બધી નાડીઓના મેલ નિવૃત્ત થઈ જાય છે. નાભિ નીચે મૂલાધારચક્રમાં આત્મશક્તિ કુંડલિની સર્પાકારે સાડાત્રણ આંટાનું ગૂંચળુંવાળી સૂઈ રહેલી છે. જ્યાં સુધી તે સૂતેલી રહે છે. ત્યાં સુધી જીવ પશુની માફક અજ્ઞાન રહે છે અને સત્ય અને અસત્ય તેને કાંઈ સમજાતું નથી. એક વસ્ત્ર નાભિ દબાય તેમ ઉપર બાંધી જેમ કેડે પટો બાંધે છે કે કેડ બાંધે છે તેમ વસ્ત્ર કઠણ બાંધવું. પછી ગુપ્ત મકાનમાં બેસી શરીર ઉપર વિભૂતિ ચોળવી અને સિદ્ધાસન વાળી બેસવું. પછી નાકનાં બંને છિદ્રો દ્વારા બહારના પ્રાણવાયુને અંદર ખેંચવો અને બળથી અપાનવાયુની સાથે મેળવવો. જ્યાં સુધી વાયુ સુષુમ્ણા નાડીની અંદર જઈ પ્રકાશિત ન થાય ત્યાં સુધી અશ્વિનીમુદ્રા દ્વારા ધીરે ધીરે ગુદાને સંકોચવી. આ પ્રમાણે શ્વાસને રોકી કુંભક પ્રાણાયામ ધારણ કરે તો વધુ અભ્યાસ થતાં ભુજંગિની ભુજંગાકાર કુંડલિની શક્તિ જાગીને ઉપરની તરફ જાય છે અને સહસ્ત્રદલ કમલસ્થિત પરમાત્મામાં મળી જાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.