શાંતિદળ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

અહિંસક સૈન્ય; મરીને જીવવાનો મંત્ર સાધનારનું મંડળ. ગાંધીજી લખે છે કે, અહિંસક દળ હિંસક દળથી ઊલટું છે. તેમાં શરીરને ગૌણ સ્થાન છે. શરીરી બધું છે, એટલે ચારિત્ર બધું છે. એવા શરીરી આત્માઓને ઓળખવા કઠણ છે, તેથી મોટા શાંતિદળો ન બની શકે. એ નાનકડા હોય, ઠેકઠેકાણે હોય, ગામ દીઠ હોય કે મહોલ્લા દીઠ હોય. એટલે કે જે જેટલાને ઓળખતા હોય તેમની જ ટુક્ડીઓ બનાવે. તે બધા મળીને એક મુખી નીમે. બધાનો દરજ્જો એક સરખો હોય. બધાં શાંતિદળોમાં એક વસ્તુ સર્વમાન્ય હોવી જોઈએ. તેને ઈશ્વરમાં અચળ વિશ્વાસ હોય, તે જ ખરો સાથી છે અને તે જ કર્તા છે, એવી શ્રદ્ધા હોય. તે વિનાની શાંતિસેના નિર્જીવ માનું છું. આવો માણસ કોઈને મારશે નહિ, પોતે મરીને જીતશે, જીવશે. આ એક કાનૂન જેનામાં જીવન રૂપ લેશે તેને સમયાનુસાર બુદ્ધિ આપમેળે સૂઝી રહેશે, છતાં કેટલુંક મારા અનુભવમાંથી નિયમરૂપે આપું: (૧) સેવક પોતાની સાથે કશું હથિયાર ન રાખે. (૨) ટૂકડીના સભ્ય તરીકે તરત ઓળખાણ પડે તેમ એંધાણ શરીર પર રાખે. (૩) સેવકની પાસે તાત્કાલિક મદદ આપવા પૂરતા પાટા, કાતર, નાનકડું ચાકુ, સોય વગેરે હોય. (૪) ઘાયલને સરળતાથી ઉપાડી જવાની તાલીમ તેણે મેળવી હોય. (૫) આગ લાગી હોય તે ઓલાવવાની કળા, તેમાં દાઝયા વિના પ્રવેશ કરવાની કળા, ઊંચે ચડવાની અને ઊતરી આવવાની કળા સેવકને અપાતી હોય. (૬) પોતાના લતાના માણસોની ઓળખાણ કરી લેવી કે તેમની સેવા બરાબર છે. (૭) સેવકે રામનામનો નિરંતર અભ્યાસ રાખવાનો છે અને જે કરે તેને કરાવવાનો છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects