स्त्री.
બાળકની કર્ણેંદ્રિય દ્વારા ધીમામાં ધીમા અવાજ તરફ પણ ધ્યાન ખેંચવા માટે શાંત અંધારા ઓરડામાં રમાતી એક રમત. આ રમતમાં ૨ થી ૨૦ બાળકો રમી શકે છે. સાધનમાં એક હાથથી વગાડવાની ટકોરી રાખવી. બાળકોએ વર્તુળાકારે શિક્ષકની સામે ચાર ચાર કે પાંચ પાંચની હારમાં બેસી જવું. રમત શરૂ કરતાં શિક્ષક ટકોરી વગાડે એટલે સૌએ આંખો મીંચી શાંત થઈ જવું, એટલે શાંતિ રાખવી કે આપણને દૂર દૂરના અવાજો પણ સંભળાય, શરૂઆતમાં અરધી મિનિટ કે એક મિનિટે ટકોરી વગાડવી, પછી સૌએ આંખો ઉઘાડવી અને પોતે શું સાંભળ્યું છે તે મનમાં ગોઠવી રાખવું. આ રીતે શાંતિ પૂરી થયા પછી શિક્ષક વારાફરતી બાળકને પૂછે કે, તમે શા શા અવાજ સાંભળ્યા છે. બાળકોએ જે જે અવાજ સાંભળ્યા હોય તે અવાજની વાત કરવી, વળી ફરીવાર રમત શરૂ થાય. રમનારે અવાજ કે વાતચીત કરવી નહિ. દૂરદૂરનાં અને ઝીણામાં ઝીણા અવાજ સાંભળવા પ્રયત્ન કરવો. શિક્ષકે આ રમતમાં ભાગ લેવો. આ રમતથી બાળક શાંતિપ્રિય થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.