पुं.
( પુરાણ ) એ નામના બે અસુર ભાઇઓ. આ બંને અસુર ભાઇઓ હતા. એમણે પુષ્કર તીર્થમાં અયુત વર્ષ તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા હતા. એથી બ્રહ્મા પાસે તેમણે વરદાન માગ્યું હતું કે, અમે પુરુષ વ્યકિતથી મરીએ નહિ. તેથી તેણે ત્રિલોકને પીડા કરવાનો આરંભ કર્યો હતો. દેવો પણ આથી ભય પામીને ચાલવા લાગ્યા અને અરણ્યમાં રહેવા લાગ્યા. તેઓએ દેવીનું સ્તવન કરવાથી દેવીએ કાલી નામે શકિત ઉત્પન્ન કરીને શુંભનિશુંભના નગર તરફ મોકલી. શુંભનિશુંભ એના મોહમાં અંજાણા ત્યારે શકિતએ કહ્યું કે, જે મને યુદ્ધમાં જીતશે તેને હું પરણીશ. પહેલાં શકિતએ ધૂમ્રલોચનને માર્યો પછી ચંડ અને મુંડ આવ્યા એમની પણ એવી જ વલે થઇ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.