શ્રીદક્ષિણામૂર્તિ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

એ નામના એક દેવ. તેની ઉત્પત્તિ વિષે કહેવાય છે કે, સનકાદિક ચારે ભાઈઓને એક વખત તત્વજ્ઞાન સંપાદન કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટી તેથી તેઓ સમિત્પાણિ થઈ બ્રહ્માજીએ શરણે ગયા. ત્યાં તેમની રાજસી પ્રવૃત્તિ જોઈને તેઓની શ્રધ્ધા ચોંટી નહિ. એટલે તત્ત્વજ્ઞાન સંબંધી કઈ પણ પૃચ્છા તેમને ન કરતાં તેઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુને લક્ષ્મી સાથે વિનોદમાં પ્રવૃત્ત જોઈ તેમની તેમને વિષે પણ શ્રધ્ધા ન ઉપજી. એટલે તેઓ કૈલાસમાં ભગવાન રુદ્રની પાસે ગયા ભગવાન રુદ્રને પોતાના ગણોની સાથે યથેષ્ટ વિહાર કરતા જોઈ તેમનામાં પણ તેઓની શ્રધ્ધા બેઠી નહિ. પછી તેઓ ઉદાસ થઈ તત્વજ્ઞાન માટે અંતર્યામીની પ્રાર્થના કરતા કરતા કૈલાશ પર્વત ઉપર આવ્યા. તેમની શુદ્ધ ભાવની પ્રર્થનાની પ્રસન્ન થએલા શ્રીઅંતર્યામીરૂપી તેમને તત્વોપદેશ આપવા ભદ્રવટની નીચે ભદ્રમુદ્રા સહિત શ્રીદક્ષિણામૂર્તિ રૂપે પ્રગટ્યા.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects