स्त्री.
[ સં. ]
એ નામનું એક ધર્મ પુસ્તક. શ્રીમદ ભગવદ્ગીતા એ આપણા ધર્મગ્રંથોમાં એક અત્યંત તેજસ્વી અને નિર્મલ રત્ન છે. પિંડ બ્રહ્માંડના બોધપૂર્વક આત્મવિદ્યાનાં ગૂઢ અને પવિત્ર તત્ત્વોને, થોડામાં પણ સંદેહ ન રહે તેવી રીતે, કહી, તેના આધારથી મનુષ્ય માત્રને પોતાની આધ્યાત્મિક પૂર્ણ અવસ્થા એટલે પરમ પુરુષાર્થનું જ્ઞાન કરાવી આપનાર અને તેની સાથે જ ભકિતનો જ્ઞાન જોડે અને આખરે તે બંનેનો શાસ્ત્રથી પ્રાપ્ત થતા વ્યવહાર જોડે સુંદર અને સારી રીતે સાંકળેલો યોગ કરાવી સંસારથી તપી ગયેલા મનને શાંત અને વિશેષે કરીને નિષ્કામ કર્તવ્યના આચરણમાં પ્રવૃત્ત કરનાર, છતાં બાલકોથી પણ સમજી શકાય તેવો, એના જેવો બીજો ગ્રંથ માત્ર સંસ્કૃતમાં જ શું પણ જગતના કોઈ પણ વાઙ્મયમાં મેળવો મુશ્કેલ છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.