पुं.
[ સં. ]
શ્લેષ્મના ઉપદ્રવવાળો એક જાતનો ઝેરી તાવ; `ઇન્ફ્લ્યુએન્ઝા`. ઋતુની વિકૃતિથી હવા માટે પ્રસરતાં અને શ્વાસમાર્ગે અને ક્વચિત્ ખોરાક વાટે શરીરમાં દાખલ થતાં જંતુઓ આ તાવનું મુખ્ય લક્ષણ છે. શ્વાસમાર્ગમાં ક્વચિત્ અન્નમાર્ગમાં કે સર્વ ધાતુઓમાં જંતુઓનું વિષ પ્રસરી કફવાતોલ્વણ, કે કફપિતોલ્વણ સન્નિપાત થઈ તેનાથી હજારો માણસ મરી જાય છે. તેમાં સળેખમ, માથાનો દુખાવો, ટાઢ, ધ્રુજારી, અંગમર્દ, કમર, પીઠ, તથા છાતીનો દુઃખાવો, ખાંસી, તાવ, અતિશય નબળાઈ તથા કૃષતા એ ચિહ્નો શરૂઆતથી જ જણાય છે. ફેફસાં ઉપર અસર થાય તો લોહીની ઊલટી, પ્રલાપ, શ્વાસ વગેરે થાય; અન્નમાર્ગ દુષિત થાય તો ઝાડા, ઊલટી થાય; ક્વચિત્ શૂળ અને કમળો પણ થાય છે. વિષના તીવ્રપણાથી ક્વચિત્ અભિન્યાસજ્વર જેવાં અસાધ્ય લક્ષણ થઈ જાય છે. દોષો ઓછા હોય તો દર્દી ત્રણેક દિવસમાં સારો થઈ જાય છે; છતાં નબળાઈ બહુ દિવસ ટકે છે. ત્રિદોષ હોય તો કષ્ટસાધ્ય ગણાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ