पुं.
શ્વાસનું દર્દ. આયુર્વેદમાં શ્વાસ પાંચ જાતના માનવામાં આવ્યા છેઃ (૧) મહાશ્વાસ, (૨) ઊર્ધ્વશ્વાસ, (૩) છિન્નશ્વાસ, (૪) તમકશ્વાસ અને (૫) ક્ષુદ્રશ્વાસ. એક છઠ્ઠો પ્રકાર છે જે અસાધ્યશ્વાસને નામે ઓળખાય છે. પણ તેની જાત જુદી ગણવામાં આવી નથી. કારણકે, આ પાંચ જાતના શ્વાસમાંથી મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ અને છિન્નશ્વાસ એ ત્રણે અસાધ્ય માનવામાં આવ્યા છે. મહાશ્વાસનાં લક્ષણોઃ જ્યારે રોગી શ્વાસ લે છે ત્યારે તેને ખૂબ જ શ્રમ પડે છે. સાપ જ્યારે ફૂંફાડા મારે ત્યારે જેવો અવાજ થાય એવો અવાજ શ્વાસ લેતી વખતે થાય છે. રોગીની આંખ ફરી જાય છે. ચેતનશક્તિ ચાલી ગયા જેવું દેખાય છે અને નાડીની ગતિ તદૄન પ્રમાણની બહાર ચાલી જાય છે. રોગીનું મોઢું પહોળું થઈ જાય છે. પેટ વાયુના ભરાવાથી સખત ફૂલે છે અને ધમણની જેમ ચાલે છે. ઊર્ધ્વશ્વાસનાં લક્ષણોઃ ઊર્ધ્વશ્વાસનો રોગી લાંબો અને ઊંચો શ્વાસ મૂકે છે. તેની શિરાઓ અતિશય કફથી વીંટાયેલી રહે છે. શ્વાસ લેતાં તેનું નાક ઊંચું થાય છે. શિરાઓ કફથી રોકાય છે ત્યારે તેનાં નેત્ર ફરી જાય છે. આ રોગીને તરસ સખત લાગે છે. તે પૂરો શ્વાસ ન લઈ શકવાને કારણે તેનો શ્વાસ ઉપર જ રહ્યા કરે છે. તેનું મોઢું સુકાઈ જાય છે. તેની આંખ પાણીથી ભરાઈ જાય છે. બસ્તીદાહ થાય છે અને બેભાન થઈ જાય છે. તેને એકી ટશે જોવાની આદત પડે છે. તમકશ્વાસનાં લક્ષણોઃ દર્દી સૂતો હોય ત્યારે શ્વાસની વેદનાથી આકુળવ્યાકુળ થઈ જાય છે. તેને ઊંઘ આવતી નથી. તરસ ઘણી લાગે છે. મૂર્છા આવે છે. ઠંડી જગ્યામાં અને ઠંડા સમયમાં આ રોગની ખાસ વૃદ્ધિ થાય છે. મોઢું સુકાઈ જાય છે. મોઢામાંથી લાળ અને ચીકણો કફ નીકળે છે. કપાળ ઉપર પરસેવો થાય છે. અતિ ક્રોધ કરવાથી તેમ બને છે. વૃદ્ધાવસ્થા, અતિ તાપમાં ફરવાથી, પાણીમાં ડૂબીને નીકળવાથી, દોડવાથી, દાઝવાથી, વધારે પડતો તાવ આવવાથી, વધારે પડતું ખાવાથી પણ આ રોગ થાય છે. પાંચ પ્રકારના શ્વાસ માટે પાંચ પ્રકારનાં કારણો માનવામાં આવ્યાં છેઃ (૧) તમામ જાતના અતિસાર, (૨) ઠંડા પદાર્થો ખાવાથી, (૩) અતિ મૈથુન, (૪) અતિવેગથી દોડવાથી અને (૫) શ્વાસ અને વેગને રોકવાથી.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.