पुं.
( વેદાંત ) ચક્ષુ, ત્વક, મન એ ત્રણ ઇંદ્રિયો વડે જ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે તે. ઘ્રાણ, રસન અને શ્રોત્ર એ ત્રણ ઇંદ્રિયો વડે દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી, પણ ગંધાદિ ગુણનું પ્રત્યક્ષ થાય છે. તેમાં પણ ચક્ષુ અને ત્વક્ એ બે ઇંદ્રિયો વડે મહત્વ પરિમાણવાળાં અને ઉદ્દભૂતરૂપ સ્પર્શવાળાં પૃથ્વી, જળ અને તેજ એ ત્રણ દ્રવ્યોનું જ પ્રત્યક્ષ થાય છે. બીજા કોઈ દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી અને મનરૂપી ઇંદ્રિય વડે તો એક આત્મારૂપ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે; બીજા કોઇ દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી. હવે ચક્ષુ ઇંદ્રિય વડે મહત્વ વિશિષ્ટ ઉદભુતરૂપવાળા ઘટપટાદિ દ્રવ્યોનું `આ ઘડો છે, આ પટ છે’ એવું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એ ચાક્ષુષ પ્રત્યક્ષ થવામાં ચક્ષુ ઇંદ્રિયનો ઘટપટાદિ દ્રવ્ય સાથે સંયોગ સંબંધ જ કારણ છે. અહીં આમ કહેવાની મતલબ એ છે કે, પ્રથમ આત્માનો મનની સાથે સંયોગ થાય છે, તે પછી આત્મ સંયુક્ત મનનો ચક્ષુ આદિક ઇંદ્રિયો સાથે સંયોગ થાય છે. તે પછી તે આત્મા મન સંયુક્ત ચક્ષુ આદિક ઇંદ્રિયોનો ઘટાદિ અર્થ સાથે સંયોગાદિરૂપ સંબંધ થાય છે, તે પછી જીવાત્મા વિષે ` આ ઘટ ’ ઇત્યાદિક પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ( આ પ્રકારની રીતિ સર્વ પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં જાણવી ) હવે ઘટાદિ દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં ચક્ષુ ઇંદ્રિય તો કરણ છે અને તે ચક્ષુ ઇંદ્રિયનો જે ઘટાદિ દ્રવ્યની સાથે સંયોગસંબંધ છે. તે સંયોગસંબંધ તે ચક્ષુ ઇંદ્રિય વડે જન્ય હોવાથી તથા ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુષ પ્રત્યક્ષનો જનક હોવાથી વ્યાપાર રૂપ છે અને ` આ ઘટ છે, આ પટ છે ’ ઇત્યાદિ ચાક્ષુષ પ્રત્યક્ષ ફળરૂપ છે. ( આ પ્રકારની પ્રક્રિયા ત્વક આદિ સર્વ ઇંદ્રિયોમાં જાણવી ). ટૂંકામાં સર્વ પ્રત્યક્ષ વિષે ઇંદ્રિયો કરણ હોય છે. તે તે ઇંદ્રિયોનો તે તે દ્રવ્યાદિક અર્થ સાથે સંયોગાદિ રૂપ સંબંધ ( તે ) વ્યાપાર હોય છે અને તે તે દ્રવ્યાદિ રૂપ અર્થનું જ્ઞાન એ ફળ હોય છે. ત્વક્ ઇંદ્રિય વડે ઘટાદિ દ્રવ્યોનું ત્વાચ પ્રત્યક્ષ થાય છે; તે ત્વાચ પ્રત્યક્ષમાં ત્વક્ ઇદ્રિયનો ઘટાદિ દ્રવ્યો સાથે સંયોગ સંબંધ જ કારણ હોય છે. એ રીતે મનરૂપ ઇંદ્રિય વડે, આત્મારૂપ દ્રવ્યનું માનસ પ્રત્યક્ષ થાય છે, તે માનસ પ્રત્યક્ષમાં મનરૂપ ઇંદ્રિયનો આત્મારૂપ દ્રવ્ય સાથે સંયોગસંબંધ જ કારણ હોય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.