સ્ત્રી○
વિદ્યાની અધિષ્ઠાત્રી ગણાતી દેવી, શારદા. (૨) વૈદિક કાલની હિમાલયમાંથી નીકળી આજના ગુજરાતમાં ખંભાતના અખાતમાં મળતી મનાયેલી પ્રાચીન પવિત્ર ગણાયેલી નદી (આજુએ એ લુપ્ત છે, માત્ર કુરુક્ષેત્ર સુધી વહે છે). (સંજ્ઞા.) (૩) ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પશ્ચિમ બાજુની કોટેશ્વર નજીકની ખીણમાંથી નીકળી પશ્ચિમાભિમુખ વહેતી અને કચ્છના રણમાં પથરાઈ જતી એ નામની નદી. (સંજ્ઞા.) (૪) સૌરાષ્ટ્રના ગીરના ડુંગરાઓમાંથી નીકળી દક્ષિણ બાજુ વહી પ્રાચીતીર્થ પાસેથી પશ્ચિમાભિમુખ વહેતી પ્રભાસ પાટણ પાસે હિરણ્યા નદીને ત્રિવેણીસંગમ પાસે મળતી એ નામની નદી. (સંજ્ઞા.) (૫) પ્રયાગ પાસે ગંગાયમુનાના સંગમ પાસે ગણાતી એ નામની લુપ્ત નદી. (સંજ્ઞા.) (૬) પું○ શ્રી શંકરાચાર્યજીના સ્માર્ત સંપ્રદાયના દસનામી સંન્યાસીઓમાંની એ નામની એક શાખા (સંન્યાસીઓના નામ પાછળ એ આવે છે: ‘અખંડાનંદ સરસ્વતી’ વગેરે). (સંજ્ઞા.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ