न.
રાતું કોળું; પતકાળું. તે શીતલ, રુચિકારક, મધુર, મૂત્રજનક, દાહ અને પિત્તનો નાશ કરનાર છે. વળી તે પૌષ્ટિક બદપ્રદ ને વીર્યવર્ધક છે. કોળામાં શર્કરાનું પ્રમાણ ઘણું સારું હોય છે, એથી લોકો તેને સાકરકોળું કહે છે. તેમાં દ્રાક્ષ શર્કરા ૪ ટકા જેટલી અને ઈક્ષુ શર્કરા ૧।। ટકા જેટલી એટલે લગભગ ૬ ટકા જેટલી શર્કરા છે. સાકરકોળામાં ૩૩ ટકા ફોસ્ફરસ, ૨૧.૧૩ ટકા સોડિયમ અને ૭.૯ ટકા ચૂનો ને ૧.૧ નત્રિલ હોય છે. એટલે સાકરકોળું ઉપયોગી, પૌષ્ટિક શાક છે. બહુ ઘરડું કોળું ન ખાવું. કારણ કે, તેના રેસાઓ પચવામાં ભારે પડે છે. કુમળું કોળું સરસ છે. તેનાં બીજ પણ ખવાય છે. એનાં બીજનું પણ શાક કરીને લોકો ખાય છે. કોળાનાં બીજ કૃમિઘ્ન છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં