स्त्री.
આઠ છોકરાથી રમાતી એ નામની એક દેશી રમત. પ્રથમ એક જણ ઉપર દાવ ઠરાવવામાં આવે છે. તેના હાથમાં દડી હોય છે. બીજા સાત છોકરા તેનાથી પાંચ હાથને અંતરે હાથ હાથનાં કૂંડાળાં, ત્રણ ત્રણ હાથને અંતરે કરીને ઊભા રહે છે. દાવવાળો પોતાના હાથમાંની દડી કોઈ પણ એકના કૂંડાળામાં નાખે છે એટલે તે દડીને હાથમાં લઈને કૂંડાળાવાળો છોકરો દાવવાળાને મારે છે. જો તેને બરાબર વાગે તો તે દાવવાળો ફરીને તે દડી બીજા કોઈપણ કૂંડાળામાં નાખે છે. જો દાવવાળો તે દડીને પોતાને લાગવા ન દે તો તેનો દાવ ઊતરે અને ઘા કરનાર ઉપર દાવ આવે; એટલે તે દાવવાળો થાય અને પેલો તેના કૂંડાળામાં આવીને ઊબો રહે. એમ વારાફરતી દાવ બદલાતા જાય અને રમત આગળ ચાલે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.