स्त्री.
એ નામની એક તરવાર ફરાસી કત્તી. તેનું પાનું ફરાસી પોલાદનું બનેલું હોય છે. તેથી જ તેને ફરાસી કત્તી કહેવામાં આવે છે. એ પાનું બે ફૂટ ત્રણ ઇંચ લાંબુ અને એક ઇંચ પહોળું હોય છે. પાનાની એક જ બાજુએ ધાર હોય છે. પાના ઉપર એક ફૂટ એક ઇંચ લંબાઈની અને બીજી એક ફૂટ લંબાઈની એવી બે લીટીઓ હોય છે. તે દિલ્હીશાહી મૂઠમાં બેસાડેલ હોય છે. આ હથિયાર ઘણું જ સરળ હોઈ તેની અનેક જાતો છે. તે તૈમુર લંગનું ઘણું જ પ્રિય હથિયાર હતું. તેની એવી પ્રતિજ્ઞા હતી કે કત્તીની સહાયથી કાફર એટલે મૂર્તિપૂજકોનો સંહાર કરવો અને હકીકત પણ કહે છે કે, તેણે આ કત્તીની સહાયથી ઘણા હિંદુઓનો સંહાર કર્યો. તેણે પિરોજશાહી મસ્જિદમાં આ કત્તીની પૂજા કરી અને તે દિવસ તહેવાર તરીકે પાળ્યો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.