स्त्री.
હાથ અને પગનો એક પ્રકારનો હલકો વ્યાયામ. તેમાં હાથની કસરત:
૧. સામે (૧) બંને હાથને ઝડપથી સામે સીધા કરવા કોણીમાંથી હાથ સીધા રહે. બંને હાથની હથેળી સામસામે રાખવી. હાથનાં આંગળાં પણ સાથે રાખવાં. (૨) હોશિયાર. હોશિયાર થવું એટલે કવાયતની માફક હાથ સીધા રાખીને ઊભા રહેવું.
૨. ઉપર હાથ: (૧) બંને હાથને માથા ઉપર ઊંચા કરવા. (૨) હોશિયાર.
૩. બાજુ હાથ: (૧) બંને હાથ બાજુમાં પહોળા કરવા. હાથ ખભાની સીધાણમાં રહે. હથેળી જમીન તરફ રહે. (૨) હોશિયાર.
૪. બાજુ ઉપર હાથ: (૧) હાથ બાજુ ઉપર. (૨) હાથ ઊંચે. (૩) હાથ બાજુ ઉપર. (૪) હોશિયાર.
૫. આગળ પાછળ હાથ: (૧) ડાબો હાથ આગળ, જમણો હાથ પાછળ. હાથની મૂઠીઓ વળેલી રહે. (૨) હોશિયાર. (૩) જમણો હાથ આગળ, ડાબો હાથ પાછળ. (૪) હોશિયાર.
૬. હાથ ફેલાવ: (૧) બંને હાથ સામે. (૨) બંને હાથ પહોળા કરવા અને બાજુમાં લાવવા. (૩) એકની જેમ. (૪) હોશિયાર.
૭. સામે હાથ વાળવા: (૧) બંને હાથ સામે. (૨) કોણીમાંથી બંને હાથ વાળી મૂઠીઓ ખભા પાસે લાવવી. (૩) એકની જેમ. (૪) હોશિયાર.
૮. બાજુએ હાથ વાળવા: (૧) બંને હાથ બાજુમાં. (૨) કોણીમાંથી વાળી મૂઠીઓ ખભા પાસે લાવવી. (૩) એકની જેમ. (૪) હોશિયાર.
૯. ઉપરથી હાથ વાળવા: (૧) બંને હાથ ઊંચે સીધા કરવા. (૨) કોણીમાંથી વાળી મૂઠીઓ ખભા પાસે લાવવી. કોણીઓ અધર જ રહે. (૩) એકની જેમ. (૪) હોશિયાર. પગની કસરતઃ હોશિયાર.એડી મળેલી રહે. બંને હાથ કમ્મર પર રહે.
૧. પીંડીની કસરત- (૧) પંજા ઉપર ઊંચા થવું. (૨) પાની નીચે. ૨. એડી ઊંચકીને બેસવું- (૧) પંજા ઉપર ઊંચા થવું. (૨) ધીરે ધીરે ગોઠણમાંથી પગ વાળી નીચે બેસવું. (૩) ઊભા થવું. (૪) પાની જમીન ઉપર મૂકવી. ૩. આગળ પગ ઊંચકવા- (૧) ડાબા પગને આગળ અદ્ધર ઊંચકવો ને તરત નીચે મૂકી દેવો. (૨) જમણો પગ ઊંચકવો ને નીચે મૂકવો. ૪. પાછળ પગ ઊંચકવો- (૧) ડાબા પગને પાછળ ઊંચકવો ને તરત નીચે મૂકવો. (૨) જમણા પગને તે રીતે ઊંચકી નીચે મૂકવો. ૫. બાજુમાં પગ ઊંચકવ- (૧) ડાબા પગને ડાબી બાજુએ ઊંચકી ને તુરત નીચે મૂકવો (૨) એ જ રીતે જમણા પગને જમણી બાજુએ ઊંચકવો. પગને ઊંચકતી વખતે કે નીચે મૂકતી વખતે ગોઠણમાંથી સીધા જ રાખવાના છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.