સાનીપત

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

ગરમ અને રેતાળ પ્રદેશમાં ઉત્પન્ન થતી એક જાતની વનસ્પતિ. તે સિંઘ, બલુચિસ્તાન, રાજસ્થાન ને અફઘાનિસ્તાનમાં સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ વનસ્પતિને આયુર્વેદે ટાઇફોડની મહત્ત્વની ઔષધિ તરીકે માન્ય રાખેલ છે. આયુર્વેદના આધારભૂત પુસ્તકોમાં પણ એનાં ભારોભાર વખાણ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તાવ ઉતારવા, ત્રિદોષનો નાશ કરવા, આંતરડાંનાં દરદો મટાડવા, આંતરડાંના સોજા નાબૂત કરવા તથા નાકમાંથી લોહી પડતું અટકાવવા મટે આ ઔષધિ સારું કામ આપે છે સાધુસંતોએ પણ આ વનસ્પતિ સાનીપતને પથરીના દર્દમાં રામબાણ સમાન માની છે. આ વનસ્પતિનાં પંચાગનો વિવિધ સ્થળોએ અનેકવિધ રોગો ઉપર ઉપયોગ કરવામાં આવે છે. જુદાજુદા દેશોમાં આ વનસ્પતિનો જુદોજુદો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે, જર્મનીનાં ગ્રામજનો આ વનસ્પતિનાં મૂળનો ઉકાળો વાયુનો નાશ કરવા માટે ઉપયોગમાં લે છે. ફ્રાંસનાં ગ્રામજનો તેનાં પાનનો તાજો રસ વાયુનો નાશ કરવા માટે ઉપયોગમાં લે છે. ચીનનાં ગ્રામજનો તાવ ઉતારવા માટે પાનના ઉકાળાનો ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાનના વતનીઓ તાવ ઉતારવા માટે તેના મૂળનો ઉકાળો કરે છે. સિંધમાં સાનીપતનાં પાન અને મૂળનો ઉકાળો આંતરડાંના સોજા ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પંચાંગ સરખે ભાગે લઈ અધકચરું કરી તેમાંથી એક તોલો ચૂર્ણ વીસ તોલા પાણીમાં ઉકાળી દશ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળી તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણવાર આપવાથી ટાઇફોઈડ તાવ ઊતરવાનું મનાય છે. વળી કહેવાય છે કે, તેનાં મૂળનું ચૂર્ણ એક આનીભાર સવાર સાંજ મધ અને આદુંના રસ સાથે લેવાથી વાયુનો નાશ થાય છે. મૂળ અને પાન સરખે ભાગે લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાંથી ચાર ચાર રતી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી પિત્તનો નાશ થાય છે. પાનનો તાજો રસ તોલો અર્ધો સવાર સાંજ લેવાથી કફ ચૌદ દિવસમાં દૂર થાય છે. પંચાંગ સરખે ભાગે લઈ તેને અધકચરું કરી તેમાંથી બે તોલા ચૂર્ણ લઈ વીશ તોલા પાણીમાં ઉકાળી દશ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારી લઈ, ગાળી તેના ચાર ભાગ કરી દિવસમાં ચાર વખત લેવાથી ત્રિદોષમાં ફાયદો થાય છે. મૂળ અને પાન સરખે ભાગે લઈ અધકચરાં કરી તેમાંથી અર્ધો તોલો ચૂર્ણ દશ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળી, તેના બે ભાગ કરી સવાર સાંજ લેવાથી આંતરડાંના સોજા ઊતરે છે. મૂળનું ચૂર્ણ એક આનીભાર દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી તાવ ઊતરે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects